Amazing Video : હાલમાં ભારતના અલગ અલગ વિસ્તારોમાં ટમેટાંની ખેતી થઈ રહી છે.હજારો ક્વિન્ટલ ટામેટાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, જેના માટે મોટી ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કોઈ આ ટ્રકોમાં ટામેટાં નાંખવા માટે મશીનનો ઉપયોગ કરે છે, તો ક્યારેક મજૂરો ટ્રકોમાં ટામેટાં ભરી દે છે. આ દિવસોમાં ટ્રોલીમાં ટામેટાં લોડ કરવાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે,
જેમાં એક મજૂર મશીન કરતાં વધુ ઝડપે ટ્રકમાં ટામેટાં લોડ કરતો જોવા મળે છે. તેની ટેકનિક જોઈને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ ત્રણેય ગૂંચવાય ગયા છે. ચાલો તમને એ પણ બતાવીએ કે કેવી રીતે આ વ્યક્તિએ શું કરી રહ્યો છે.
આ પણ વાંચો : Viral Video: આવી મારામારી ભાગ્યે જ જોઈ હશે !, લાત મારવામાં બંને નિષ્ફળ, તો આખરે થયુ શું ? જુઓ VIDEO
IPS રૂપિન શર્માએ ટ્વિટર પર કેટલાક મજૂરોનો આ વીડિયો શેર કર્યો છે અને તેને પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે- ‘ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ કરો અને તેને સમજાવો!’ આ વીડિયોમાં તમે જોશો કે કેટલાક મજૂરો ડોલમાં ટામેટાં ભરીને ટ્રકમાં લોડ કરતા જોવા મળે છે. તેમાંથી ટ્રક પાસે ઉભેલી એક વ્યક્તિ ટ્રકની ઉપર ટામેટાં ફેંકે છે, ટામેટાં ટ્રકમાં જાય છે અને જે ડોલ છે તે થોડે દૂર ગયા બાદ સીધી પડી જાય છે.
Apply principles of #Physics and explain this ! 😝😝😝😝😝
(10 Marks)@nirupamakotru pic.twitter.com/yiNlAzn2AI
— Rupin Sharma IPS (@rupin1992) June 16, 2023
આ વ્યક્તિનો એંગલ અને ટાર્ગેટ એટલો સચોટ છે કે એક પણ ટામેટું નીચે પડતું નથી અને ડોલ પણ તેની જગ્યાએ આવી જાય છે. વીડિયો જોઈને લાગે છે કે કોઈ જુગાડ નથી પણ જાદુ છે.
ટ્વિટર પર ટામેટાં ફેંકતા આ વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી કે પાવર ઓફ આર્નોલ્ડ, બ્રેઈન ઓફ આઈન્સ્ટાઈન. એક યુઝરે લખ્યું કે આ રજનીકાંતની સ્ટાઈલ છે. તો ત્યાં અન્ય એક યુઝરે તમામ મજૂરોના વખાણ કર્યા અને લખ્યું કે તે અને અન્ય જેઓ ક્લિપમાં સખત મહેનત કરી રહ્યા છે તેઓ ખૂબ જ નમ્ર છે, ભગવાન તેમના બધાનું ભલું કરે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:45 pm, Mon, 19 June 23