તમે પ્રાણી સંગ્રહાલયમાં ગેંડા (Rhinoceros) જોયા જ હશે, પરંતુ દૂરથી. તેઓ એટલા વિશાળ છે કે તમે ભાગ્યે જ તેમની નજીક જવાની હિંમત કરી શકો. વાસ્તવમાં, હાથી પછી ગેંડા સૌથી મોટું અને વજનદાર પ્રાણી છે. જો કે તે શાંત સ્વભાવનું પ્રાણી છે, પરંતુ જ્યારે આક્રમક થાય છે ત્યારે તે પૃથ્વી પરના કોઈપણ પ્રાણીથી ડર્યા વિના નિર્ભયપણે તેના પર હુમલો કરે છે. કેટલીકવાર સિંહ અને વાઘ તેમનો શિકાર કરે છે, પરંતુ મોટાભાગે ગેંડાઓ તેમના પર ભારે પડતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તમને આવા તમામ વીડિયો જોવા મળશે, જેમાં ગેંડા કાં તો સિંહ અને વાઘનો શિકાર બને છે અથવા તો તેમના પર ભારે પડે છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર ગેંડાનો એક વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, તેણે બધાને ચોંકાવી દીધા છે અને ગેંડા રસ્તા પર મસ્તી કરતા લોકોની વચ્ચે ફરતા જોવા મળ્યા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ગેંડા રોડ પર ફરે છે અને લોકો ત્યાંથી અવર-જવર કરી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ ગેંડાની સામે ઉભા રહીને સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો. આ જોઈને એક છોકરીએ પણ હિંમત બતાવી અને ગેંડાની સામે આવીને મોબાઈલ સાથે સેલ્ફી લીધી. અહી નવાઈની વાત તો એ હતી કે ગેંડા પણ રસ્તા પર ચુપચાપ ઉભા રહ્યા અને ફોટા પડાવતા રહ્યા. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે તે કોઈ સેલિબ્રિટી છે અને તેના ફેન્સ સાથે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. તે ખૂબ જ આશ્ચર્યજનક દૃશ્ય હતું, કારણ કે સામાન્ય રીતે આવુ જોવા મળતું નથી.
આ વીડિયો નેપાળનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં એક શિંગડાવાળો ગેંડો રસ્તાઓ પર મુક્તપણે ફરતો જોવા મળે છે અને લોકો આ વિશાળ પ્રાણીને નજીકથી જોઈને તેની સાથે ફોટો પડાવતા જોવા મળે છે. આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rhoveafrica નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.7 મિલિયન એટલે કે 17 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 45 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રકારની કમેન્ટ્સ પણ કરી છે.
આ પણ વાંચો: Viral Video: શખ્સના હાથમાં જોવા મળ્યા નાના ‘સોનાના કાચબા’, વીડિયો જોઈ લોકો આશ્ચર્યચકિત
આ પણ વાંચો: Viral Video: લદ્દાખના પેંગોંગ તળાવમાં ચલાવી કાર, વીડિયો થયો વાયરલ, કાર્યવાહીની ઉઠી માંગ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો