
Playing Cricket In Pond : ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. ક્રિકેટ એક એવી રમત છે જે દેશના દરેક બાળકને ગમે છે. દરેક શેરી અને વિસ્તારમાં ક્રિકેટ મેચ રમાય છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ સંબંધિત વીડિયો જોઈ શકાય છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેદાનમાં ક્રિકેટ રમવાને બદલે છોકરાઓ તળાવની વચ્ચે રમી રહ્યા છે. તળાવનું પાણી તેમની કમર સુધી છે, છતાં તેઓ સંપૂર્ણ સમર્પણ અને મજાથી ક્રિકેટ રમી રહ્યા છે. આપણે ઘણી બધી એવી મેચ જોઈ હશે કે પાણીને લીધે મેચ રદ થતી હોય છે. પરંતુ અહીંયા બાળકો એ એવી કરામત કરી છે કે પાણીની અંદર ક્રિકેટ રમ્યા છે. તમને જોઈને વિશ્વાસ પણ નહી આવે કે ક્રિકેટ જેવી કમત પાણીમાં પણ રમી શકાતી હશે.
લોકો પાસે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે ઘણા ક્રિએટિવ આઈડિયા હોય છે. કેટલાક સ્ટંટના વીડિયો બનાવે છે, જ્યારે કેટલાક ડાન્સના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવો જ એક સર્જનાત્મક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક છોકરાઓ પાણી પર ક્રિકેટ રમી રહ્યા છે. વીડિયોમાં એક બેટ્સમેન, એક બોલર અને બે ફિલ્ડર છે. એક છોકરો પણ પાણીમાં અમ્પાયર બનીને ઊભો છે.
વીડિયોમાં સાત થી આઠ બાળકો ક્રિકેટની મજા માણી રહ્યા છે. પાણીની ટાંકીની બાજુમાં તેણે સ્ટમ્પ ગોઠવ્યા છે. એક બાળક બેટિંગ કરી રહ્યું છે અને બીજો બોલિંગ કરે છે. બાકીના બધા ફિલ્ડિંગ કરી રહ્યા છે. બોલિંગ કરતો બાળક જમીન પરથી દોડીને તળાવના કિનારે થોડોક અંદર પાણી સુધી જાય છે અને બોલિંગ કરે છે. બોલ પણ પાણીમાં ટપી પડીને ઉછળીને જાય છે. બધા બાળકો જોરદાર રીતે ક્રિકેટ રમી રહ્યા છે.
RMCRICKETLOVER નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “તમે આવી ક્રિકેટ મેચ ક્યાંય નહીં જોઈ હોય.” આ વીડિયો ખરેખર ખૂબ જ અલગ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આપણે પછી બોલર પાણીમાં દોડતી વખતે બોલ ફેંકે છે અને તે પછી બેટ્સમેન ફુલ ટોસ બોલને ખૂબ જ જોરથી ફટકારે છે, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે ફિલ્ડર પાણીમાં ડાઇવ કરીને કેચ પૂર્ણ કરે છે.
આ વીડિયો ‘@RMCRICKETLOVER’ નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 165K થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઉપરાંત, લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “કેટલી બેટિંગ અને બોલિંગ કુશળતા ભાઈ!”.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો