Shocking Video : મગરનો ક્લોઝ-અપ શોટ લઇ રહ્યો હતો વ્યક્તિ અને પછી થયું કઇંક આવું !

|

Sep 01, 2021 | 3:40 PM

આ વીડિયોને કેલિફોર્નિયા સ્થિત ડ્રોન કંપની 3DR ના સંસ્થાપક અને પૂર્વ સીઇઓ ક્રિસ એન્ડરસને શેર કર્યો. તેમણે ક્લિપ શેર કરતા લખ્યુ કે, મગર હવામાંથી ડ્રોનને પકડી લે છે અને તરત જ તેના મોઢામાં આગ લાગી જાય છે.

Shocking Video : મગરનો ક્લોઝ-અપ શોટ લઇ રહ્યો હતો વ્યક્તિ અને પછી થયું કઇંક આવું !
Alligator Eats Drone In Video Shared By Sundar Pichai

Follow us on

સુંદર પિચાઈ આમ તો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફક્ત ગુગલની બ્લોગ પોસ્ટ, તહેવારોની શુભેચ્છાઓ અને કંપની દ્વારા લોન્ચ કરવામાં આવતી નવી પ્રોડક્ટની માહિતી જ શેર કરે છે. પરંતુ હાલમાં તેમણે એક ટ્વીટ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. તેમણે એક ઘડિયાલ (Alligator) ના ડ્રોન પકડ્યા બાદ તેના મોઢામાંથી નીકળી રહેલા ધુમાડાનો વીડિયો રીટ્વીટ કર્યો છે.

આ વીડિયો વિશે જણાવવામાં આવી રહ્યુ છે કે તે ફ્લોરિડાનો છે. અહીં મગર નાના ડ્રોનની ચારે બાજુએ પોતાનો જડબો ફરાવતા જોવા મળી રહ્યો છે. જોકે કહેવામાં આવી રહ્યુ છે કે ત્યારબાદ ડ્રોનમાં આગ લાગી ગઇ હશે કારણ કે વીડિયોમાં મગરના મોઢામાંથી ધુમાડો નિકળતા જોવા મળી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

વીડિયો સાથે કેપ્શનમાં ડ્રોન ઓપરેટરે જણાવ્યુ છે તે મગરનો ક્લોઝ-અપ શોટ લેતી વખતે તેને લાગ્યુ હતુ કે ડ્રોન સેન્સર તેને મગર સાથે સુરક્ષિત દૂરી બનાવી રાખવામાં મદદ કરશે.

ડ્રોન ઓપરેટરે લખ્યુ કે, અમે મગરનું મોઢુ ખોલવાના પ્રયત્નો કરી રહ્યા હતા અને વિચાર્યુ હતુ કે ડ્રોન ઉડી જશે. સ્પાર્કનો ઉપયોગ કરવાની અમારી પાસે બીજી તક હતી.

આ વીડિયોને કેલિફોર્નિયા સ્થિત ડ્રોન કંપની 3DR ના સંસ્થાપક અને પૂર્વ સીઇઓ ક્રિસ એન્ડરસને શેર કર્યો. તેમણે ક્લિપ શેર કરતા લખ્યુ કે, મગર હવામાંથી ડ્રોનને પકડી લે છે અને તરત જ તેના મોઢામાં આગ લાગી જાય છે. સુંદર પિચઇએ કઇ પણ વધુ લખ્યા વગર તેમના આ ટ્વીટને રીટ્વીટ કર્યુ.

 

આ પણ વાંચો –

Viral Video : ન્યુઝ એન્કરે તાલિબાનીઓના ગનપોઇન્ટ પર વાંચ્યા સમાચાર ! તાલિબાનીઓ પોતાની છબી સુધારવાના ફિરાકમાં

આ પણ વાંચો –

Srinagar : નૌશેરાની એક મહિલા કર્મચારી ગરીબ સ્ત્રીઓને મફતમાં આપે છે સેનેટરી પેડ, પગારમાંથી બચત કરીને કરે છે આ શ્રેષ્ઠ કામ !

આ પણ વાંચો –

આજથી બેંક, પીએફ, GST માં નિયમો બદલાયા, LPG ગેસના ભાવમાં વધારો ! જાણો તમને શુ થશે તેની અસર ?

Next Article