અરરરર…કઢી પાણીપુરી ? આવો અખતરો જોયો છે ક્યારેય ? Video તમારા રીસ્ક પર જો જો

|

Jul 14, 2023 | 1:53 PM

Panipuri with Kadhi: પાણીપુરીમાં અનેક પ્રકારની ફ્લેવર આવી છે અને લોકો તેને અલગ-અલગ રીતે ચાખવાનું પસંદ કરે છે. હવે સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ મલ્ટી ફ્લેવર પર વધુ ભાર આપી રહ્યા છે.ફ્લેવરવાળી પાણીપુરી લોકોને પસંદ પડી રહી છે અને હવે એમાં નવી વેરાયટી આવી છે...

અરરરર...કઢી પાણીપુરી ? આવો અખતરો જોયો છે ક્યારેય ?  Video તમારા રીસ્ક પર જો જો
Panipuri

Follow us on

Kadhi Wali Panipuri: પાણીપુરી અથવા ગોલગપ્પા, તમે તેને જે પણ કહો છો, તે ભારતમાં સ્ટ્રીટ ફૂડ પ્રેમીઓમાં વિશેષ સ્થાન ધરાવે છે. લારી ઠેલાથી માંડીને રેસ્ટોરંન્ટ સુધી તમામ જગ્યાએ પાણીપુરી ખાવા વાળો વર્ગ છે,ચટાકેદાર પાણીપુરી ઘણા ફ્લેવરની આવી ગઈ છે અને લોકોને અલગ-અલગ રીતે પકોડીને ટેસ્ટ કરવાનું પસંદ કરે છે. હવે સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ મલ્ટી ફ્લેવર પર વધુ ભાર આપી રહ્યા છે. ચોકલેટ આઈસ્ક્રીમથી લઈને પિઝા સુધીની ફ્લેવરવાળી પાણીપુરી લોકોને પસંદ પડી હતી. જો કે કેટલાક લોકો એવા હોય છે જેમને આવા પ્રયોગો બિલકુલ પસંદ નથી હોતા.

આ પણ વાંચો : Google Doodle Pani Puri : ગુગલે પાણી પુરી પર બનાવ્યું ડૂડલ, જોતાં જ મોંઢામાં પાણી આવી જશે

આજે અમે તમને આવી જ કંઇ અલગ પ્રકારની પાણીપુરીની વિશે જણાવા જઇ રહ્યા છીએ, જી હા તમે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે કઢી સાથે પાણીપુરી પીરસાઇ શકે પણ અમદાવાદમાં એક જગ્યાએ કઢી સાથે પાણીપુરી વેંચવામાં આવે છે.

કઢી પાણીપૂરીનો અજુગતો પ્રયોગ

પાણીપુરી સાથે પ્રયોગ કરવાનો ટ્રેન્ડ માત્ર સ્ટ્રીટ ફૂડના સ્ટોલ્સમાં જ નહીં પરંતુ હાઈ-એન્ડ રેસ્ટોરન્ટ્સમાં પણ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં તાજેતરમાં થયેલો આ અખતરો ઇન્ટરનેટ પર ખૂબ જ હલચલ ધુમ મચાવી રહ્યો છે. ‘કઢી વાલી પાણીપૂરી’ અથવા ‘કઢીપુરી’ દર્શાવતા વીડિયોને ખાણીપીણીઓમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ બ્લોગર @foodiepopcorn દ્વારા શેર કરાયેલ આ ક્લિપ, તળેલી બૂંદીથી ભરેલા ગોલગપ્પા બતાવે છે, જે પરંપરાગત રીતે મીઠી અને તીખી કઢી સાથે અને બાઉલમાં પીરસવામાં આવે છે. બ્લોગરે કેપ્શનમાં લખ્યું, “કાધિપુરી, શું તમે તેનો સ્વાદ ચાખશો?”

વીડિયો જોયા બાદ લોકોએ આવી પ્રતિક્રિયા આપી

થોડીક સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે પકોડી ખાવાનું ટાળ્યું હતું. કોમેન્ટમાં લખ્યું કે, “મહેરબાની કરી આની સાથે તો અખતરા ન કરો.” અન્ય એક યુઝરે લખ્યું કે, પાણીપુરીને ન્યાય જોઈએ છે. ત્રીજા યૂઝરે લખ્યું, “ગરુડ પુરાણમાં આ માટે મોટી સજા લખવામાં આવી છે.” ચોથા યૂઝરે લખ્યું, “કંઈ બચ્યું ન હતું. મેગીથી લઇને ચા અને હવે પાની પુરી લોકોએ દરેક વસ્તુને ખારબ કરી નાખી છે.

Next Article