Husband Wife Drama Viral Video: સંબંધો એ દરેક વ્યક્તિના જીવનમાં મહત્વના હોય છે. સંબંધો જ જીવનમાં કામ લાગે છે, જીવન જીવવાનું માધ્યમ બને છે અને જીવન જીવતા પણ શીખવે છે. જીવનમાં સંબંધો ટકાવી રાખવા પણ એટલા જ જરુરી હોય છે. આપણા કેટલાક નિર્ણયો અને કામથી આ અમૂલ્ય સંબંધો તૂટી પણ શકે છે. તમે તમારી આસપાસ આવા અનેક કિસ્સા જોયા હશે, જેમાં સંબંધોમાં વિશ્વાસઘાતને કારણે પરિવારો વેરવિખેર થઈ જાય છે. પતિ-પત્નીનો સંબંધ તે ખુબ પવિત્ર સંબંધ છે પણ જ્યારે તેમાં કોઈ એક વ્યક્તિ પણ વિશ્વાસ તોડે છે તો તે બન્નેનું જીવન ખરાબ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર પત્ની-પતિનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં ઘરનો ઝઘડો રસ્તા સુધી પહોંચ્યો છે.
આ વાયરલ વીડિયો ઉત્તરપ્રદેશના આગ્રા શહેરનો છે. જ્યાં એક પતિ તેની પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે રંગે હાથ પક્ડે છે અને ઢોરમાર મારે છે. પતિને તેની પત્ની પર પહેલેથી શક હતો, જેથી તેણે તેનો પીછો કર્યો. તે દિવસે તેની પત્ની જુઠ્ઠુ બોલી બોયફ્રેન્ડને મળવા ગઈ હતી. પતિ પોતાની 10 વર્ષની દીકરીને લઈને પોતાની પત્નીનો પીછો કરવા નીકળ્યો હતો. તેની પાછળ એક વ્યક્તિ પણ હતો, જે આ આખી ઘટનાને કેમેરામાં કેદ કરી રહ્યો હતો. તેની પત્ની, બોયફ્રેન્ડ સાથે સ્કૂટી પર ફરતી જોવા મળે છે. તેનો પતિ તેને જોઈને જોર જોરથી બૂમો પાડે છે અને બન્નેને રસ્તા કિનારે ઉભા રાખે છે અને પોતાની સ્કૂટી પરથી ઉતરી તે તેની પત્નીને ઢોરમાર મારે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
Watch this
Man with his minor daughter chase his wife while she was on outing with her paramour. Man waylaid the duo & rained punches on his wife’s paramour. Police challaned paramour under CrPc 151.
Incident of #Agra, #UttarPradesh pic.twitter.com/3fXgKusAYd
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) September 12, 2022
આગ્રાનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Arvind Chauhan નામના એકાઉન્ટ પરથી શેયર કરાવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બિચારા પતિને કેવો આઘાત લાગ્યો હશે આ જોઈને. બીજા એક યુઝરે લખ્યુ છે કે, તેમની દીકરીના જીવન પર આની ખુબ નકારાત્મક અસર પડશે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, સંબંધો વિશ્વાસ પર જ ટકે છે, ક્યારે પણ વિશ્વાસ ન તોડવો જોઈએ.