Trending Video: નાચ ન જાને આંગન ટેડા… અંકલનો આવો ડાન્સ જોઈને તમેય થિરકવા લાગશો

સોશિયલ મીડિયા પર 'ઓ મેરી ક્યુટી' ગીત પર એક કાકાનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કાકાના આ અદ્ભુત ડાન્સ મૂવ્સ જોઈને લોકો પણ કહી રહ્યા છે કે 'ઉંમર તો માત્ર એક નંબર છે'.

Trending Video: નાચ ન જાને આંગન ટેડા... અંકલનો આવો ડાન્સ જોઈને તમેય થિરકવા લાગશો
| Updated on: Aug 06, 2026 | 9:32 PM

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયોએ ભારે ધૂમ મચાવી રાખી છે, જેને જોઈને યૂઝર્સ કહી રહ્યા છે કે “ઉંમર તો માત્ર એક નંબર છે”. ‘ઓ મેરી ક્યુટી’ ગીત પર એક કાકાનો અદ્ભુત અને જોરદાર ડાન્સ જોઈને તમે પણ દંગ રહી જશો. એટલું જ નહીં, આ ગીત અને કાકાનો એનર્જેટિક ડાન્સ જોઈને તમારું પણ નાચવાનું મન થઈ જશે.

ઘણી વખત કેટલાક લોકોને ફેમસ કે પ્રખ્યાત થવા માટે કોઈ મોટા સ્ટેજ કે પછી ચોક્કસ સોશિયલ પ્લેટફોર્મની જરૂર હોતી નથી. બસ એકવાર દિલમાંથી નીકળેલા કેટલાક અદ્ભુત મૂવ્સ, કોઈ દિલચસ્પ ડાયલોગ કે પછી આવો જ કોઈ તડકતો-ભડકતો ડાન્સ જ વ્યક્તિને રાતોરાત ફેમસ બનાવી દે છે.

આવા કલાકારો અંદર છુપાયેલી પોતાની સુષુપ્ત કળાને બહાર લાવે છે અને પછી સફળતા તેમનાથી વધારે દૂર રહેતી નથી. સોશિયલ મીડિયા પર આ કાકાનો ડાન્સ વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને સતત શેર કરી રહ્યા છે.

જુઓ Video

અમદાવાદ: ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકરોની દાદાગીરી, જૂની અદાવતમાં વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો, 3 સામે ફરિયાદ

Follow Us
Loading...
Unable to load recommendations.