
સોશિયલ મીડિયા રોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપતા હોય છે. તો કેટલાક વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને બોધપાઠ આપી જતા હોય છે. માણસ પોતાના જીવનમાં અનેક ભૂલો કરતો હોય છે. પણ તે ભૂલોને સુધારીને અને થોડી સાવધાની રાખીને તે પોતાનો જીવ પણ બચાવી શકે છે. હાલમાં દરેક વાહન ચાલક માટે ચેતવણીરુપ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર હાલમાં એક ભયાનક અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માતના કારણે એક ટ્ર્કની નીચે કાર ખુબ ખરાબ રીતે ફંસાઈ ગઈ છે. કારની હાલત જોઈને લાગી રહ્યું છે કે કારમાં સવાલ લોકો એ જીવ ગુમાવ્યો હશે. પણ કારમાં અકસ્માતના સમયે ખુલેલા એરબેગને કારણે કાર ચાલકનો જીવ બચી જાય છે. આ વીડિયો ગઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યું, પણ આ વીડિયો દરેક વ્યક્તિ માટે બોધપાઠ સમાન છે.
આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર
Benefits of #seatbelt & #Airbag pic.twitter.com/b1brjdLW8J
— VIVEK SHARMA (@vivek2223) May 18, 2023
આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપાથી બચ્યો આ વ્યક્તિ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, દરેક ડ્રાઈવર માટે આ વીડિયો બોધપાઠ સમાન છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો