સ્કૂટી બાદ હવે કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, થશે મોટી કાર્યવાહી- Video Viral

એક કપલ ચાલતા ટ્રાફિક વચ્ચે સ્કૂટી પર રોમાન્સ કરી રહ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

સ્કૂટી બાદ હવે કારનું સનરૂફ ખોલી રોમાન્સ કરતા જોવા મળ્યુ કપલ, થશે મોટી કાર્યવાહી- Video Viral
After the scooty, now the couple was seen romancing by opening the sunroof of the car
| Edited By: | Updated on: Jan 24, 2023 | 1:40 PM

સ્કૂટી પર બેસી રોમાન્સ કરતા કપલના વીડિયો બાદ ફરી એકવાર કાર કપલની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. સ્કૂટી પર ખુલ્લેઆમ પ્રેમ કર્યા બાદ હવે કારની છત ખોલીને પ્રેમ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે હાલમાં જ સમાચાર વાંચ્યા હશે કે લખનઉના હઝરતગંજમાં, એક કપલ ચાલતા ટ્રાફિક વચ્ચે સ્કૂટી પર રોમાન્સ કરી રહ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પણ લખનઉનો જ છે તે લખનઉના લોહિયા પથનો માનવામાં આવી રહ્યો છે, જ્યાં કપલ્સ કારની સનરૂફ ખોલીને રોમાન્સ કરતા જોવા મળે છે.

સનરૂફ ખોલી રોમાંસ કરતો વીડિયો વાઈરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોમાં એક કાર દેખાઈ રહી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કપલ કારની સનરૂફ ખોલીને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આ જ વીડિયોમાં સાંભળી શકાય છે કે યુવક કહે છે કે લખનૌની સંસ્કૃતિ ક્યારેય આવી ન હતી. એક યુવક કહે છે કે તે મોટા ઘરનો છોકરો છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ તેની કારમાંથી વીડિયો રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કાળા અને સફેદ કપડા પહેરીને તેઓ સફેદ રંગની કાર પર રંગરલીયા મનાવતા નજરે પડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ચોંકાવનારી પ્રતિક્રિયાઓ

હાલમાં જ સ્કૂટી પર રોમાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસે ટ્રાફિકના નિયમો તોડવા બદલ યુવકની ધરપકડ કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આને લઈને યુઝર્સમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે આ બન્ને વાહિયાત છે. તો કોઈ વ્યુઅરે કહ્યું આવી હરકતો રસ્તા વચ્ચે કરતા શરમ નથી આવી રહી.

દંપતી સામે કાર્યવાહી કરવામાં આવશે

વાસ્તવમાં આ વીડિયો સ્પષ્ટ રીતે બનાવવામાં આવ્યો નથી. કારની સ્પીડ વધુ હોવાને કારણે કપલ પર કેમેરાનું ફોકસ બરાબર થઈ શક્યું ન હતું. જેના કારણે વીડિયો ઝાંખો છે. વીડિયોમાં કંઈ સ્પષ્ટ દેખાતું નથી. પોલીસના જણાવ્યા અનુસાર યુવક-યુવતી અશ્લીલતા કરતા હતા કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વાહનના નંબરના આધારે બંને વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. બીજી તરફ તપાસમાં આવી વાત બહાર આવશે તો દંપતી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.