
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ વીડિયો જોવા મળે છે, જે જોઈને લોકોના હોશ ઉડી જાય છે. આજકાલ એવો જ એક માઈન્ડ બ્લોઈંગ વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે સમુદ્ર, બોટ અને મોટા જહાજ સાથે સંબંધિત છે. વાસ્તવમાં, દરિયાની સફરની મજા માણી રહેલી નાની હોડીમાં કેટલાક લોકો અચાનક એક મોટા જહાજની સામે આવી જાય છે. તે પછી તમને જે ભયાનક દ્રશ્ય જોવા મળશે તે જોઈને, તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. તમે રસ્તા પર થતા અકસ્માતો સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના વીડિયો જોયા જ હશે, પરંતુ દરિયાની વચ્ચે આવો ભયંકર અકસ્માત (Accident Viral Video) તમે ભાગ્યે જ જોયો હશે. વીડિયો જોયા પછી એવું લાગે છે કે જહાજનો પાયલટ કદાચ રસ્તા પર ચાલનારાઓની જેમ નશામાં હશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બીચ પર કેટલાક લોકો પોતાની બોટની મજા માણી રહ્યા છે. એટલામાં એક મોટું જહાજ આવે છે અને એક બોટ, જેમાં 2-3 લોકો સવાર હોય છે, તેને ટ્કકર મારી દે છે. વહાણ એ નાની હોડીની ઉપર ચઢીને તેને કચડીને આગળ વધે છે. બોટ પર સવાર એક વ્યક્તિ પહેલેથી જ પાણીમાં કૂદીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અન્ય બે લોકો અકસ્માતમાં ફસાઈ જાય છે. તેમાંથી એકની ઉપર તો વહાણ પસાર થઈ જાય છે. હવે આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો કે મૃત્યુ પામ્યો તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ અકસ્માત ખૂબ જ ખતરનાક અને હૃદયદ્રાવક છે.
— The Darwin Awards (@AwardsDarwin_) August 22, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર The Darwin Awards નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. 21 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 55 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. યૂઝર્સ કોમેન્ટમાં પૂછતા જોવા મળે છે કે શું તેઓ જીવતા છે કે તેઓ મૃત્યુ પામ્યા છે.