
સોશિયલ મીડિયા આધુનિક સમયમાં લોકો માટે મનોરંજનનું વધુ એક માધ્યમ બની થયું છે. તેની સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા લોકો દુનિયામાં બની રહેલી ઘટનાની જાણકારીઓ પણ મેળવી રહ્યાં છે. તુર્કીયેના ભૂકંપની વાત હોય કે રશિયા યૂક્રેન યુદ્ધની વાત હોય, આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થતા હોય છે, તેને કારણે લોકો દુનિયાને ગણતરીની મિનિટોમાં નાની-મોટી ઘટનાઓની જાણકારી મળી જતી હોય છે.
સોશિયલ મીડિયા પર રમજૂ, ભાવુક, ચોંકાવનારા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક રમૂજી અને સાથે સાથે ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પહેલા ચોંકી જશો અને થોડા સમય બાદ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક સામોસા બનાવી રહ્યો છે. આ તે કઈક વિચિત્ર પ્રકારના સમાસા બનાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે, યુવક સામોસા બનાવવા માટે વિમલ, તંબાકું, સિગારેટ, બિડ્ડી જેવી વ્યસ્નની સામગ્રીનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તે બીજા સામાન્ય સમોસા સાથે આ ‘નશેડી સામોસા’ તેલમાં તૈયાર થવા માટે મુકે છે. અંતે આ ‘નશેડી સામોસા’ ને એક યુવકને ચખાડવામાં આવે છે જેને કારણેે તે યુવક નશામાંધૂત થઈ જાય છે.
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,હૈ ભગવાન, કેવી કેવી વસ્તુઓ જોવી પડે છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, યુનિક વિચારવાળો, યુનિક વીડિયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આજકાલના યુવાઓને આ શું થઈ ગયું છે.
(નોંધ : આ વીડિયો અને તેની બનાવટ સાથે ટીવી 9 સંમત નથી થતુ અને આ વાયરલ વિડિયો હોવાને લઈ TV9 ગુજરાતી વીડિયોમાં બતાવેલી ઘટનાને સમર્થન કરતું નથી.)