Panipuri : હવે આ જ જોવાનું બાકી હતું, પહેલાં ગાયને ખવડાવી હતી અને હવે કૂતરાને ખવડાવી પાણીપુરી

|

Nov 29, 2022 | 1:54 PM

Panipuri Viral video : એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક મહિલા તેના પાલતુ કૂતરાને પાણીપુરી ખવડાવી રહી છે. આ કૂતરાનો વીડિયો વાયરલ થતા જ ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક તેને સાચું કહે છે તો કેટલાક તેને ખોટું ગણાવી રહ્યા છે.

Panipuri : હવે આ જ જોવાનું બાકી હતું, પહેલાં ગાયને ખવડાવી હતી અને હવે કૂતરાને ખવડાવી પાણીપુરી
Dog panipuri viral video

Follow us on

મહિલાઓને પાણીપુરી ભાવતી હોય છે પણ શું પ્રાણીઓને પણ પાણીપુરીનો ચસ્કો લાગે એવું તમે જોયું છે? માત્ર માણસો જ નહીં પણ પ્રાણીઓ પણ હવે સ્ટ્રીટ ફુડ ખાવા લાગ્યા છે. થોડાં દિવસ પહેલાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે, એક મહિલા લારીએ ઉભા રહીને કૂતરાને પાણીપુરી ખવડાવી રહી છે. લોકો તેમના પાલતુ કૂતરાઓને ખૂબ પ્રેમ કરે છે અને તેમની સાથે કંઈક અલગ જ કરતા રહે છે. કેટલાક લોકો પાળેલા કૂતરાઓને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમને તેમના પરિવારના સભ્યો માને છે. લોકો તેમને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમને સ્ટ્રીટ ફુડ પણ ખવડાવે છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં એક મહિલા તેના પાળેલા કૂતરાને પાણીપુરી ખવડાવી રહી છે. આ કૂતરાનો વીડિયો વાયરલ થતા જ ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

ડોગી ફુદીનાનું પાણી પણ પીવે છે

આ વીડિયો ધીરજ છાબરા નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોને આઠ લાખથી વધુ લોકો જોઈ રહ્યા છે અને તેને 60 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. વીડિયોમાં એક મહિલા પોતાના કૂતરા સાથે પાણીપુરીની લારી પર પહોંચી છે. અહીં દુકાનદાર તેને પાણીપુરી ખાવા માટે આપે છે. મહિલા આ પાણીપુરીને તેના કૂતરાને ખવડાવે છે. આટલું જ નહીં ડોગી ફુદીનાનું પાણી પણ કાગળના વાટકામાંથી પીવે છે.

કૂતરાને ખવડાવી પાણીપુરી

જે દુકાનદારની જગ્યાએ મહિલા તેના કૂતરાને પાણીપુરી ખવડાવી રહી છે તે પણ તેને જોઈને ખૂબ ખુશ છે. જ્યારે કૂતરો ખાય છે, ત્યારે વીડિયો બનાવનારો વ્યક્તિ મજાકમાં કૂતરાને કહે છે, ‘ઓરિયો, આના પૈસા પણ આપી દો.’ વીડિયો વાયરલ થયા બાદ તેના પર વિવિધ કોમેન્ટ આવી રહી છે. કેટલાક લોકો વીડિયોને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે. તે જ સમયે, અન્ય કેટલાક લોકો કહે છે કે, પાણીપુરી કૂતરાના સ્વાસ્થ્ય માટે સારી નથી. અન્ય યુઝરે લખ્યું કે, કૃપા કરીને નિર્દોષોને આવું કરશો નહીં.

Next Article