Snake Viral Video : તડકાની મજા લઈ રહેલી મહિલાના શરીરે ચડ્યો સાપ, પછી થઈ જોવા જેવી-જુઓ Viral video

|

Feb 24, 2023 | 2:32 PM

Snake Viral Video : એક મહિલા બિકીનીમાં સૂર્યસ્નાન કરી રહી હતી, ત્યારે કંઈક એવું બન્યું કે તેના હૃદયના ધબકારા વધી ગયા. બન્યું એવું કે એક સાપ તેના શરીર પર સરકી રહ્યો હતો. આ પછી જે કંઈ થાય છે, તે તમે વીડિયોમાં જોઈ શકો છો.

Snake Viral Video : તડકાની મજા લઈ રહેલી મહિલાના શરીરે ચડ્યો સાપ, પછી થઈ જોવા જેવી-જુઓ Viral video

Follow us on

Snake Viral Video : કલ્પના કરો કે તમે ઘરના લૉનમાં સૂઈને સનબાથની મજા માણી રહ્યા છો અને અચાનક તમારા શરીર પર એક ઝેરી સાપ ચડી જાય, તો તમે શું કરશો? દેખીતી રીતે તમે ભયથી ભાગી જશો. પછી ત્યાંથી દોડશો. આવું જ કંઈક અમેરિકાના ફ્લોરિડામાં એક મહિલા સાથે થયું જ્યારે તે બિકીનીમાં સનબાથ કરી રહી હતી. બીજી જ ક્ષણે જે થાય તે જોઈને તેને બુમા-બુમ કરી મુકી હતી.

આ પણ વાંચો : Shocking Video : ગરીબ અને શ્રીમંત વચ્ચે ઉંડી ખાઈ, પેટ્રોલ ભરાવીને મર્સિડીઝના માલિકે પૈસા ફેંક્યા, રડવા લાગી મહિલા સ્ટાફ, જુઓ Viral Video

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ઘરના બગીચામાં બિકીનીમાં સનબાથ માણી રહી છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું બને છે, જેના કારણે મહિલાના ધબકારા વધી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાપ ક્રોલ કરતી વખતે મહિલાના પગ પર ચડી જાય છે. મહિલાને આ વાતની જાણ થતાં જ તે ડરીને કૂદી પડી અને ખુરશીની દુર જઈને કૂદવા લાગી હતી.

અહીં જુઓ વીડિયો, જ્યારે મહિલાના શરીર પર સાપ ચડી ગયો હતો

આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @WowTerrifying હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. થોડીક સેકન્ડની આ ક્લિપ અપલોડ થઈ ત્યારથી સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી દીધી છે. વીડિયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 25 હજારથી વધુ લાઈક્સ અને 2,300થી વધુ રીટ્વીટ મળી ચૂક્યા છે. આ સિવાય સેંકડો લોકોએ પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે. વીડિયો જોઈને મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, ‘આશ્ચર્યની વાત એ છે કે સાપને જોયા પછી પણ મહિલા એકદમ કૂલ રહી હતી.’ તો બીજી તરફ અન્ય એક યુઝરે કહ્યું કે, ફ્લોરિડામાં આ રીતે સાપ જોવા એ હવે સામાન્ય વાત છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, ‘જો મારી સાથે આવું થયું હોત તો મારો જીવ ગયો હોત.’ આ વીડિયો જોયા બાદ ઘણા લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Next Article