અમને સોશિયલ મીડિયા પર અદ્ભુત વીડિયો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સને પરસેવો છૂટી જાય છે, તાજેતરના સમયમાં વાઈલ્ડ લાઈફ વીડિયોએ વપરાશકર્તાઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ દિવસોમાં એક એવો વાઈલ્ડ લાઈફ વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી યૂઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. વીડિયોમાં સામેથી આવતા ગેંડાને જોઈને બે સિંહો રસ્તો છોડી સાઈડમાં જતા જોવા મળે છે, આ વીડિયોને જોયા બાદ યુઝર હેરાન થઈ ગયા છે.
આ પણ વાચો: દુકાનમાં ઘુસી નાના બાળકે કરી ચોરી, દુકાનદારે પછી જે કર્યું છે તે જોવા જેવું છે, જુઓ Viral Video
સામાન્ય રીતે સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, જેની ગર્જના સાંભળીને જંગલમાં રહેતા અન્ય વિકરાળ પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળે છે. આવી સ્થિતિમાં સિંહોને જંગલનો સૌથી ખુંખાર અને શક્તિશાળી પ્રાણી માનવામાં આવે છે. હાલમાં ઘણી વખત સિંહોને શિકાર દરમિયાન માત મળે છે. જેને જોઈને યુઝર્સ વારંવાર રોમાંચિત થઈ જાય છે. તાજેતરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું.
Then the rhino is the king of the forest!pic.twitter.com/EgE0NlpkGK
— The Figen (@TheFigen_) April 5, 2023
વાયરલ થઈ રહેલા આ 30 સેકન્ડના વીડિયોમાં આપણે જંગલમાંથી પસાર થતા રસ્તાની બાજુમાં બે સિંહો એકસાથે બેઠેલા જોઈ શકીએ છીએ. આ દરમિયાન બે ગેંડા તેની તરફ ચાલતા આવતા હોય તેવુ જોવા મળે છે. જેમને જોઈને સિંહો ઝડપથી તેમના માટે રસ્તો છોડીને તેમનાથી અંતર રાખીને ઉભા થઈ ગયા. આ સીન જોઈને યુઝર્સને પોતાની આંખો પર વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તેમણે સિંહને આવું કરતા જોયા છે અને યુઝર્સ
જંગલમાં એક પ્રાણીનું રાજ હોતુ નથી, જે જંગલની અંદર બળવાન અને બુદ્ધિશાળી છે, તેનું શાસન ચાલે છે. તે જ સમયે, વીડિયોમાં દેખાતા સિંહો સંપૂર્ણ રીતે પુખ્ત નથી. જેમને તેમને જુંડમાંથી દૂર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, તેઓને અન્ય કોઈ મોટા પ્રાણી સાથે કોઈ મુકાબલો નથી.
આ વીડિયો @TheFigen_ નામના પેજ પરથી શેયર કરવામાં આવ્યો છે, આ વીડિયોને 7 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, વીડિયો જોતી વખતે મોટાભાગના યુઝર્સે કોમેન્ટ કરી કે ‘ક્યા શેર બનેગા રે તુ?’.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…