Delhi Metroમાં આપનું સ્વાગત છે, લિપલોક પછી કાકાનો બીડી પીતો Video Viral, જાણો પછી શું થયું ?

દિલ્હી મેટ્રોમાં પબ્લિક લિપ-લૉક બાદ હવે એક વૃદ્ધ વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. વાયરલ ક્લિપમાં, વૃદ્ધ વ્યક્તિ બીડી પ્રગટાવતો અને ધુમાડા ઉડાવતો જોઈ શકાય છે. હવે આ વીડિયો જોયા પછી લોકોને દેવઆનંદની ફિલ્મનું તે ગીત યાદ આવી ગયું, જેના ગીત હતા 'હર ફિકર કો ધુને મેં ઉડતા ચલા ગયા.'

Delhi Metroમાં આપનું સ્વાગત છે, લિપલોક પછી કાકાનો બીડી પીતો Video Viral, જાણો પછી શું થયું ?
| Edited By: | Updated on: Sep 26, 2023 | 12:06 PM

Video Viral: દિલ્હી મેટ્રોમાં કપલના લિપ-લૉકના મુદ્દાની ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી હતી, જ્યારે એક કાકાએ તેના વિચિત્ર વર્તનથી લોકોને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં, દિલ્હી મેટ્રોનો એક નવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ આનંદથી બીડી પીતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Viral Video : જીમમાં આવી મસ્તિ ક્યારેય ન કરો, આવી શકે છે ખરાબ પરિણામ! આ વીડિયો જોઈને તમે જાતે જ સમજી જશો

કાકાએ જે રીતે બીડી સળગાવી છે તે જોઈને લાગે છે કે તેઓ પોતાના ઘરે બીડીની મજા માણી રહ્યા હોય. હવે આ વીડિયો જોયા પછી લોકોને દેવઆનંદની ફિલ્મનું તે ગીત યાદ આવી ગયું, જેના ગીત હતા ‘હર ફિકર કો ધુને મેં ઉડતા ચલા ગયા.’

વીડિયોમાં જોઈ શકાય છે કે બીડી પીવા માટે બેતાબ એક વૃદ્ધ મેટ્રોમાં સળગતી માચીસની સળીને જમીન પર ફેંકી દે છે. પહેલા તો અન્ય મુસાફરો આ જોઈને દંગ રહી જાય છે. પછી તેમાંથી એક વૃદ્ધ માણસને તેના વિચિત્ર વર્તન માટે સમજાવવાનો પ્રયાસ કરે છે. પણ કાકા નેક્સટ લેવલના નીકળ્યા હતા. તેમને સમજાવા છતા તે સમજ્યા નહોતા. વૃદ્ધ માણસ કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના હવામાં ધુમાડાના ગોટેગોટા ઉડાડતો રહે છે.

જ્યારે કાકાએ મેટ્રોમાં બીડી સળગાવી, દરેક મુસાફરો જોતા રહ્યા

જોકે, ઈન્ટરનેટ પબ્લિકને કાકાની આ સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવી. લોકોએ દિલ્હી મેટ્રો અને ડીસીપીને ટેગ કરીને વૃદ્ધો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકો કહે છે કે નાચવું અને ગાવું હજી સારું છે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારનો ખેલ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં..

ઈન્સ્ટા એકાઉન્ટ akash_kumar_iron_wox_gym પરથી શેર કરેલી ક્લિપને અત્યાર સુધીમાં 83 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે, જ્યારે ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે. એક યુઝરે લખ્યું છે કે, દિલ્હી મેટ્રોમાં આપનું સ્વાગત છે. જાહેરમાં લિપલોક કર્યા પછી કાકા હવે બીડી પીવે છે. જ્યારે, અન્ય યુઝર કહે છે, કાકાને લાગ્યું કે તે લોકલ ટ્રેન છે. અન્ય એક યુઝરે લખ્યું છે, હરિયાણવી તાઉ ઓન ટોપ.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો