Viral Video: શિક્ષકે વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં નમાઝની પ્રેક્ટિસ કરાવી, પ્રિન્સિપાલે કહ્યું- આ નાટકનું રિહર્સલ હતું

|

May 30, 2023 | 12:03 AM

33 સેકન્ડના આ વીડિયોમાં એક શિક્ષક ખુરશી પર બેઠી છે. સામે, સ્કૂલ ડ્રેસમાં કેટલીક વિદ્યાર્થિનીઓ છે, જેઓ શિક્ષકના આદેશ પર સામૂહિક રીતે નમાઝની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. પાછળથી કોઈએ ગુપ્ત રીતે આ વીડિયો બનાવ્યો હતો.

Viral Video: શિક્ષકે વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં નમાઝની પ્રેક્ટિસ કરાવી, પ્રિન્સિપાલે કહ્યું- આ નાટકનું રિહર્સલ હતું
Image Credit source: Twitter

Follow us on

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલીક વિદ્યાર્થિનીઓ ક્લાસની અંદર નમાજની મુદ્રામાં જોઈ શકાય છે. વીડિયોમાં એક શિક્ષિકા પણ દેખાઈ રહી છે, જેની સામે આ બધું થઈ રહ્યું છે.

આ પણ વાચો: Viral Video: ચાલતી મેટ્રોમાં દરવાજો ખોલી કૂદી ગયો વ્યક્તિ, થાંભલા સાથે અથડાયો, જુઓ ભયાનક વીડિયો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

હિન્દુ સંગઠનોએ આ વીડિયો પર કાર્યવાહીની માંગ કરી છે. શાળા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં તેને ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં એક નાટકની પ્રેક્ટિસનો ભાગ ગણાવવામાં આવ્યો હતો. હાલમાં તપાસના આધારે બાગપત પોલીસે ટ્વીટ કર્યું છે કે શાળામાં નમાઝ પઢવામાં આવી રહી છે તેવી વાત સાચી નથી, પરંતુ તે એક નાટકનો ભાગ હતો, જેને કોઈએ રેકોર્ડ કરીને વાયરલ કરી દીધો હતો.

 

 

મળતી માહિતી મુજબ, વાયરલ થઈ રહેલો વીડિયો બાગપતના છપૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હોશિયારી દેવી ગર્લ્સ ઈન્ટર કોલેજ રાઠીડાનો છે. તેને સૌપ્રથમ હિંદુ સંગઠનના રાજ્ય સ્તરીય પદાધિકારીએ વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો. જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો. થોડી જ વારમાં, આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો અને કાર્યવાહીની માંગ કરી હતી. 33 સેકન્ડના આ વીડિયોમાં એક શિક્ષિકા ખુરશી પર બેઠેલી જોવા મળે છે. સામે, સ્કૂલ ડ્રેસમાં કેટલીક વિદ્યાર્થિનીઓ છે જેઓ શિક્ષકના નિર્દેશ પર સામૂહિક રીતે નમાઝની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. પાછળથી કોઈએ ગુપ્ત રીતે આ વીડિયો બનાવ્યો હતો.

 

 

વીડિયોમાં ટીચર વિદ્યાર્થિનીઓને નમાઝ અદા કરવાની યોગ્ય રીત શીખવતા પણ સંભળાય છે. શનિવારે (27 મે, 2023), બાગપત પોલીસે આ વીડિયોની નોંધ લીધી અને સ્ટેશન ઈન્ચાર્જ છપૌલીને તપાસ કરવા નિર્દેશ આપ્યો. તે જ સમયે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વીડિયો વાયરલ થયા બાદ સ્કૂલના પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું છે. પ્રિન્સિપાલ મુનેશ ચૌધરીએ ઓક્ટોબર 2022નો આ વીડિયો જણાવ્યો છે. તેણે કહ્યું કે તે ત્યારે શાળામાં યોજાનાર નાટકના એક દ્રશ્યનું રિહર્સલ હતું. જોકે તેમણે માહિતી આપી હતી કે પાછળથી આ ભાગ નાટકમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો.

 

 

જો કે, બાગપત પોલીસે અખબારના આ કટિંગને શેર કર્યા પછી તે ટ્વિટને કાઢી નાખ્યું હતું.

Published On - 11:59 pm, Mon, 29 May 23

Next Article