દારુ પીતા વાંદરાનો વીડિયો થયો વાયરલ, લોકો પાસેથી બોટલ છીનવીને પીએ છે દારુ

વાંદરાની ધમાલ અને મજેદાર હરકતો લોકોને ખુબ પસંદ આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર દારુબાજ વાંદરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાંદરો લોકો પાસેથી દારુની બોટલ છીનવીને દારુ પીએ છે.

દારુ પીતા વાંદરાનો વીડિયો થયો વાયરલ, લોકો પાસેથી બોટલ છીનવીને પીએ છે દારુ
Monkey drink alcohol
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 02, 2022 | 6:50 PM

સોશિયલ મીડિયા પર વાઈલ્ડલાઈફ સંબંધિત અનેક વીડિયો વાયરલ થાય છે. વાઈલ્ડલાઈફથી સંબંધિત વીડિયોમાં જંગલ અને પ્રાણીને નજીકથી જાણવાની તક મળે છે. સોશિયલ મીડિયા પર વાંદરાના પણ અનેક વીડિયો વાયરલ થાય છે. વાંદરાની ધમાલ અને મજેદાર હરકતો લોકોને ખુબ પસંદ આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર દારુબાજ વાંદરાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાંદરો લોકો પાસેથી દારુની બોટલ છીનવીને દારુ પીએ છે.

આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાનો છે. આ જિલ્લામાં એક વાંદરો તેના આતંકના કારણે ચર્ચામાં છે. આ વાંદરો એક નંબરનો પીધેલ છે. તેને દારુ પીવાની લત લાગી છે. તે ઘણીવાર દારુના દુકાનો પર નશાની હાલતમાં જોવા મળે છે. તે ઘણીવાર લોકો પાસેથી ધમકાવી અને તેમની પાસેથી દારુની બોટલ છીનવીને દારુ પીએ છે. દારુ ન મળતા તે મારમારી અને તોડફોડ પણ કરે છે. આ વાયરલ વીડિયોમાં વાંદરો બ્રાન્ડેડ દારુની બોટલમાંથી દારુ અને બીયરના કેનમાંથી બીયર પી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો દારુબાજ વાંદરાનો વાયરલ વીડિયો

 

આ મજેદાર વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @aditytiwarilive નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને દંગ રહી ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, ભવિષ્યમાં વાંદરા, કૂતરા અને ઉંદર જેવા પ્રાણીઓ પણ દારુ પીતા થઈ જશે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, વાંદરાનો સ્વેગ જ કઈક અલગ છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભવિષ્યમાં પ્રાણીઓ માણસો જેવા જ થઈ જશે, તેમના નામા આધારકાર અને પાનકાર પણ બનશે. પ્રાણીઓને આટલુ બધુ ન શીખવાડો, આપણને જ તકલીફ પડશે.