Stunt Viral Video: બાઈકમાં સ્ટંટ કરતી વખતે યુવતી લઈ રહી હતી સેલ્ફી, અચાનક થયો જોરદાર અકસ્માત

સ્ટંટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી સેલ્ફી લઈ રહી હતી ત્યારે અચાનક તેનો અકસ્માત થયો અને તે પડી ગઈ અને તેને ઈજા થઈ હતી.

Stunt Viral Video: બાઈકમાં સ્ટંટ કરતી વખતે યુવતી લઈ રહી હતી સેલ્ફી, અચાનક થયો જોરદાર અકસ્માત
| Edited By: | Updated on: Jul 15, 2023 | 5:23 PM

એક સ્ટંટનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારો આત્મા કંપી જશે અને તમે પણ બાઈક સાથે સ્ટંટ કરવાનું બંધ કરી દેશો. સ્ટંટ દરમિયાન છોકરી સાથે આવો ભયંકર અકસ્માત થયો કે જેને જોઈને યૂઝર્સ પણ ચોંકી ગયા હતા અને યુઝર્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. આ વીડિયો ખાસ કરીને તે લોકો માટે છે, જેઓ સલામતી વિના સ્ટંટ કરવાનું પસંદ કરે છે, તેઓએ આ વીડિયોમાંથી શીખવું જોઈએ.

આ પણ વાંચો: Viral Video:છોડેંગે ના હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક, વૃદ્ધ યુગલનો પ્રેમ જોઈને લોકો થયા ભાવુક

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એક સ્ટંટનો છે, જેમાં એક યુવતી બાઈકની આગળની સાઈડ પર ઉભી રહીને સેલ્ફી લઈ રહી હતી, ત્યારે એક બાઇક આવે છે અને પછી બંને બાઇક એકબીજા સાથે અથડાય છે. જો કે આ અકસ્માતમાં છોકરી પડી જાય છે અને છોકરીને ગંભીર ઈજા થાય છે. આ વીડિયો એટલો ખતરનાક છે કે તેને જોયા પછી તમે પણ આવા સ્ટંટથી કરવાથી બચશો.

 

Credit-Twitter@momentoviral

 

બાઇક સ્ટંટનો વાયરલ વીડિયો

ટ્વિટર પર આ વાયરલ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ અકસ્માત પર એક યુઝરે લખ્યું છે કે આવા સ્ટંટ ક્યારેય ન કરવા જોઈએ, તેનાથી કોઈનું મોત પણ થઈ શકે છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે કે સેલ્ફી લેવાનો સ્વાદ તો આવ્યો જ હશે. આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને હજારો વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વીડિયો જોતા લાગી રહ્યું છે કે વિદેશનો વીડિયો છે.

મહત્વનું છે કે જાહેર માર્ગો પર આ પ્રકારના સ્ટંટ કરવા જોખમી છે, ભારતમાં તો અનેક લોકો વીડિયો બનાવવા માટે સ્ટંટ કરતા જોવા મળે છે, ત્યારે અનેક લોકો પોતાને વાયરલ કરવા માટે સ્ટંટ કરે છે, પણ આ પ્રકારના સ્ટંટના વીડિયો પોલીસ સુધી પહોચી જાય છે અને તે સ્ટંટ કરનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે છે, જો કે આ પ્રકારના કોઈ પણ સ્ટંટ કરવા જોઈએ નહીં.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો