Viral Video: વાઘની મસ્તી ના હોય દીદી, પળવારમાં કરી જશે કોળીયો !

Tiger Viral Video: આજ કાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા એક યુવતી વાઘને પંપાળી રહી છે,પણ કદાચ વાઘને એ ગમ્યુ નહી પછી શું થયું,એના માટે જુઓ Video

Viral Video: વાઘની મસ્તી ના હોય દીદી, પળવારમાં કરી જશે કોળીયો !
Tiger Attack video
| Edited By: | Updated on: Jun 06, 2023 | 9:46 AM

આ દિવસોમાં એક છોકરી અને વાઘનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આમાં યુવતી માનવભક્ષી વાઘને વહાલ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. પરંતુ, ત્યારે જ ભયંકર પ્રાણી ડરી જાય છે અને પછી છોકરીનો પગ પકડી લે છે. માત્ર થોડીક સેકન્ડની આ ક્લિપ કોઈપણના હૃદયના ધબકારા વધારી શકે છે. એટલા માટે નબળા દિલના લોકો આ વીડિયો ન જુએ તો સારું. હવે નેટીઝન્સ આ ક્લિપ વિશે તમામ પ્રકારની વાતો કરી રહ્યા છે.

આ પણ વાચો: Viral Video: મહિલાએ સિંહને સ્પર્શ કરવાની કરી હિંમત, ગુસ્સે થયેલી સિંહણે તેનો પીછો કર્યો, વીડિયો જોઈ તમે ચોંકી જશો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરી વાઘની બાજુમાં ઉભેલી જોવા મળી રહી છે. આ જોઈને તમે પણ ચોંકી ગયા હશો. કારણ કે, જે પ્રાણીની માત્ર કલ્પનાથી જ લોકોને ડર લાગે તેવા માનવભક્ષી,વાઘની પાસે એક યુવતી એકદમ શાંત થઇને ઉભી જાણે તેને બિલકુલ ડર નથી.વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી વાઘના માથા પર હાથ ફેરવીને તેને બોલાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ બીજી જ ક્ષણે એક ભયાનક દ્રશ્ય સામે આવે છે. તમે જોઈ શકો છો કે જેવી છોકરી વાઘના માથાને સ્પર્શે છે, વિકરાળ પ્રાણી તેને પકડી લે છે. આ પછી શું થાય છે, તમે જાતે જ વીડિયોમાં જુઓ.

રૂવાડા ખડા થઇ જાય તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના @earth.reel એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે પૂછ્યું છે કે, જો તમે આ સ્થિતિમાં હોત તો તમે શું કરશો? વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, પરંતુ ક્લિપ જોઈને બધા ચોંકી ગયા છે.

વીડિયો જોઇ એક યુઝરે લખ્યું છે કે,ઇચ્છો તો ગોલ્ફ ફિશ પાળવી પણ વાઘ ન પાળો,બીજી તરફ, અન્ય યુઝર કહે છે કે, લોકો માત્ર વીડિયો પરની લાઈક્સ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે આ મેડમને જીવ વહાલો નથી લાગતો.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો