Twitter Viral Video : હવે તો હદ થઈ…. છોકરીએ મગરને કર્યો મસાજ, વીડિયો જોઈને લોકોએ આપ્યા આશ્ચર્યજનક રિએક્શન

|

Jan 01, 2023 | 2:05 PM

Twitter Viral Video : મગરનો આ શોકિંગ વીડિયો રૂવાંડા ઉભા કરી દે તેવો છે. સોશિયલ મીડિયામાં શેર કરેલા આ વીડિયો નીચે કેપ્શનમાં લખેલું છે કે, તે પાગલ તો નથી ને? લગભગ 47 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 73 હજારથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે.

Twitter Viral Video : હવે તો હદ થઈ.... છોકરીએ મગરને કર્યો મસાજ, વીડિયો જોઈને લોકોએ આપ્યા આશ્ચર્યજનક રિએક્શન
Crocodile Viral Video

Follow us on

કેટલાક જાનવરો એવા હોય છે કે તેમનાથી દૂર રહેવું સારું છે, નહીં તો તેમની ચુંગાલમાં ફસાઈને માણસનું જીવવું મુશ્કેલ બની જાય છે. જેમાં સિંહ, વાઘ, ચિત્તો અને મગર વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને મગરોને ‘પાણીનો રાક્ષસ’ કહેવામાં આવે છે, કારણ કે તેઓ પાણીની અંદર એટલા ખતરનાક હોય છે કે કોઈ તેમનો સામનો કરી શકતું નથી. જંગલનો રાજા સિંહ પણ નહીં. તેઓ ભલે સૌથી ભયાનક જંગલી પ્રાણીઓ કહેવાય, પરંતુ જ્યારે તેઓ પાણીની નીચે મગરનો સામનો કરે છે ત્યારે તેમની હાલત પણ ખરાબ થઈ જાય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, લોકો એ જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે કે આ કેવી રીતે શક્ય બન્યું?

વાસ્તવમાં આ વીડિયેમાં એક છોકરી ભયાનક મગરની પાસે આરામથી બેઠેલી જોવા મળી રહે છે. આ છોકરી મગરને મસાજ કરતી જોવા મળી રહી છે. તેને જરા પમ બીક નથી લાગતી કે મગરે પાછળ ફરીને હુમલો કર્યો હોય તો તેનું શું થશે? વીડિયોમાં જોઈ શકાય છે કે મગર આરામથી સુઈ રહ્યો છે અને એક છોકરી તેને મસાજ કરી રહી છે. હેરાન કરવા વાળી વાત તો એ છે કે મગર પણ આરામથી મસાજ લઈ રહ્યો છે, છોકરીની આ કાર્ય પર જરા પણ રિએક્ટ કરતો નથી. જ્યારે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ આ રીતે મગરની નજીક જાય છે, તો તે ચોક્કસ તેના પર હુમલો કરે છે. આ દ્રશ્ય જોયા પછી એવું લાગે છે કે મગર પાળલો છે, તેથી જ તે છોકરી પર હુમલો નથી કરતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જુઓ, મગરમચ્છનો મસાજ કરતી છોકરીનો વીડિયો

આ આશ્ચર્ય પમાડતો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TheFigen_ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, She is crazy or what? માત્ર 47 સેકન્ડના આ વીડિયોને 2 લાખ 73 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ‘છોકરીને ખબર નથી, પરંતુ મગર ચોક્કસપણે નસીબદાર છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘મગરને ઘણો આરામ મળતો હશે’.

Next Article