Viral Video: બાળકીનું અપહરણ કરવા આવેલા બદમાશોને શ્વાને ભણાવ્યો પાઠ, ઘટના CCTVમાં થઈ કેદ

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શ્વાન એક છોકરીને બદમાશોના પાસેથી બચાવતો જોવા મળી રહ્યો છે.

Viral Video: બાળકીનું અપહરણ કરવા આવેલા બદમાશોને શ્વાને ભણાવ્યો પાઠ, ઘટના CCTVમાં થઈ કેદ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 01, 2023 | 8:09 PM

શ્વાનને વફાદાર પ્રાણી અમથું કેવામાં આવતું નથી. તેના માલિકની સાથે તેઓ અન્યોની સુરક્ષામાં પણ પોતાનો જીવ લગાવે છે. અત્યાર સુધી તમે તેમની વફાદારીની અદ્ભુત વાતો સાંભળી હશે. પરંતુ હવે અમે તમને જે ઘટના વિશે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળ્યા પછી તમે પણ તમારા ઘરે શ્વાન લાવવાનું વિચારવા લાગશો. વાસ્તવમાં, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ફરતો થઈ રહ્યો છે, જેમાં એક શ્વાન એક છોકરીને બદમાશોના ચુંગાલમાં જવાથી બચાવતો જોવા મળે છે.

આ પણ વાંચો: Viral Video: વ્યક્તિએ બનાવ્યા ચોકલેટ ઢોસા, લોકો થયા ગુસ્સે, કહ્યું: આ વ્યક્તિનું ફૂડ લાયસન્સ રદ કરો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રસ્તા પર ચાલી રહી હતી. ત્યારે એક કાર તેની પાછળ આવે છે અને યુવતીની સામે જ અટકી જાય છે. કારમાંથી એક વ્યક્તિ બહાર આવે છે, જેનો ઈરાદો છોકરીનું અપહરણ કરવાનો છે. આ જોઈને છોકરી અચકાય છે અને પાછી ચાલવા લાગે છે. આ જોઈને તે વ્યક્તિ પણ કારને પાછળ લાવે છે અને યુવતીને પકડવા માટે કારમાંથી બહાર નીકળવા જાય છે.

શ્વાનને પહેલાથી જાણ થઈ જાય છે

જો કે, આ દરમિયાન એક શ્વાનને ઘટનાનો સંકેત મળે છે અને તે દોડીને કારની પાસે આવે છે. જેવી વ્યક્તિ શ્વાનને જુએ છે કે તરત જ તેને ખબર પડી જાય છે અને તે પાછો કારમાં બેસીને ચુપચાપ ત્યાથી જતો રહે છે. શ્વાન પણ થોડે દૂર સુધી કારનો પીછો કરે છે. આ જોઈને નજીકમાં ઉભેલી યુવતીના હાથ-પગ ધ્રુજવા લાગે છે. તે લાંબા સમય સુધી વિચારતી રહે છે કે તેની સાથે શું થયું છે.

 

Credit- Twitter@Human101Nature

યુઝર્સે શ્વાનના વખાણ કર્યા

વીડિયોના અંતમાં આ ઘટનાથી ડરીને યુવતી રડવા લાગે છે અને ત્યાંથી જતી રહે છે. હવે આ ઘટનામાં આગળ શું થયું તેની કોઈ માહિતી નથી. જો કે દરેક જણ છોકરીનો જીવ બચાવનાર શ્વાનના વખાણ કરતા જોવા મળે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો