બિલાડીના બચ્ચા પર શ્વાને કર્યો હુમલો, બિલાડીએ શ્વાન સાથે કરી લડાઈ, જુઓ ઝઘડાનો Viral Video

શ્વાન અને બિલાડીની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં શ્વાન બિલાડીના બચ્ચાની નજીક જાય છે ત્યારે બિલાડી એક મોટા શ્વાન સાથે લડતી અને તેનો ભગાડતી જોવા મળે છે.

બિલાડીના બચ્ચા પર શ્વાને કર્યો હુમલો, બિલાડીએ શ્વાન સાથે કરી લડાઈ, જુઓ ઝઘડાનો Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Apr 02, 2023 | 4:19 PM

ઘણીવાર પાલતુ પ્રાણીઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. જેમાં મોટાભાગના વીડિયો શ્વાન અને બિલાડીના જ છે. લોકો ઘણીવાર ઘરોમાં શ્વાન અને બિલાડીઓ સાથે તેમનો ટાઈમ વિતાવતા જોવા મળે છે. જે દરમિયાન દરેક લોકો ખૂબ જ મસ્તી અને રમત-ગમત કરતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર શ્વાન અને બિલાડીનો એક વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આ પણ વાચો: Viral Video: પહેલીવાર કોરિયન છોકરાએ ચાખ્યો પાણીપુરીનો સ્વાદ, મોંમાં મૂકતા જ આવી આ પ્રતિક્રિયા

ઘણીવાર આપણે આવા વિડીયો જોતા રહીએ છીએ, જેમાં મા પોતાના બાળક માટે બલિદાન આપતી અથવા મહેનત કરતી જોવા મળે છે. આ વીડિયોમાં, એક કૂતરો રસ્તા પર ચાલતી વખતે બિલાડીના બચ્ચાને મોઢાથી પકડે છે. જેને જોઈને તેમની મા પોતાના બચ્ચાને બચાવવા માટે ખૂબ જ ઝડપથી આગળ આવે છે અને શ્વાનનો સામનો કરે છે. જેને જોઈને શ્વાનને પીછેહઠ કરવાની ફરજ પડી છે.

 

 

બિલાડીએ કુતરાને ભગાડ્યો

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો ટ્વિટર પર @TheFigen_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેના પાલતુ શ્વાન સાથે ઘરની બહાર ફરતો જોવા મળે છે. જ્યારે કૂતરો રખડતા બિલાડીના બચ્ચાને જુએ છે, ત્યારે તે તેમના પર એટેક કરે છે. બાળકોને મુશ્કેલીમાં જોઈને બિલાડી ઝડપથી દોડતી આવે છે અને શ્વાન પર એક પછી એક ઘણી વાર હુમલો કરે છે અને કુતરાને પીછેહઠ કરવા મજબૂર કરે છે.

વીડિયોને 12 લાખ વ્યૂઝ મળ્યા

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. જ્યારે આ સમાચાર લખાય ત્યાં સુધી સોશિયલ મીડિયા પર 12 લાખથી વધુ એટલે કે લગભગ 12 લાખ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, 21 હજારથી વધુ વપરાશકર્તાઓએ તેને પસંદ કર્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘મને લાગે છે કે અહીં થોડી ગેરસમજ છે, કૂતરો ફક્ત બિલાડીના નાના બચ્ચાં સાથે રમવા માંગે છે, પરંતુ માતા ખૂબ જ રક્ષણાત્મક છે.’ બીજી તરફ, મોટાભાગના કહે છે કે પોતાના બાળકોને મુશ્કેલીમાં જોઈને કોઈપણ માતાનું હૃદય હચમચી જાય છે.

 

                                             ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                  વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…