Viral Video: ભેંસોના ટોળાએ ‘સ્વિમિંગ પૂલ’માં ઝંપલાવ્યું, ભારે મસ્તી કરી, માલિકને લાગ્યો 2.5 મિલિયનનો ચુનો

|

May 28, 2023 | 9:47 PM

સ્વિમિંગ પૂલ જોઈને કેટલીક ભેંસો તેમાં ઉતરવા લાગી હતી, જ્યારે બાકીની ભેંસો ઘરના બગીચામાં અહીં-તહીં ફરવા લાગી હતી. આ ઘટના એસેક્સની કહેવામાં આવી રહી છે.

Viral Video: ભેંસોના ટોળાએ સ્વિમિંગ પૂલમાં ઝંપલાવ્યું, ભારે મસ્તી કરી, માલિકને લાગ્યો 2.5 મિલિયનનો ચુનો
Image Credit source: Twitter

Follow us on

England: સ્વિમિંગ પુલમાં પાણી સાથે રમતી વખતે જે મજા આવે છે, એટલી મજા તમને બીજે ક્યાંય નથી મળતી. તમે પૂલમાં ઘણી વખત માણસો અને બાળકોને પાણીમાં છાંટા મારતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ભેંસોને સ્વિમિંગ પૂલમાં આનંદ માણતી જોઈ છે? લગભગ જોયો નહી હોય. કારણ કે સ્વિમિંગ પુલમાં પ્રાણીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

આ પણ વાચો: Viral Video: દિલ્હી મેટ્રોમાં વાંદરાનું તોફાન,પોલ ડાન્સથી આશ્ચર્યચકિત થઈ ગયા મુસાફરો, વીડિયો જોઈને લોકો હસી પડ્યા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પરંતુ જો પ્રાણીઓ પોતે ખાનગી સ્વિમિંગ પૂલમાં પ્રવેશ કરે અને પરવાનગી વિના સ્નાન કરે તો શું? આ વાત સાંભળીને ભલે તમને હાસ્યાસ્પદ લાગતું હોય, પરંતુ આ એકદમ સત્ય છે. હકીકતમાં, ભેંસોના ટોળાએ એક ઘરના ખાનગી સ્વિમિંગ પૂલમાં ઘૂસીને તેના માલિકને 25 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.

ખાનગી ન્યુઝના અહેવાલ મુજબ એક-બે નહીં પરંતુ કુલ 18 ભેંસ તેમના ખેતરમાંથી ભાગી ગઈ હતી. આ બધી ભેંસો ભાગીને એક ઘરમાં પ્રવેશી જ્યાં સ્વિમિંગ પૂલ હતો. પછી શું હતું, સ્વિમિંગ પૂલ જોતાં જ કેટલીક ભેંસો તેમાં ઉતરવા લાગી, જ્યારે બાકીની ભેંસો ઘરના બગીચામાં અહીં-તહીં ફરવા લાગી. આ ઘટના એસેક્સની કહેવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.

ભેસોએ કર્યું 25 લાખનું નુકસાન

સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં એન્ડી અને લિનેટ સ્મિથે જણાવ્યું હતું કે 70,000 પાઉન્ડના સ્વિમિંગ પૂલમાં 8 ભેંસ ઘુસી ગઈ હતી અને 2.5 મિલિયનનું નુકસાન થયું હતું. ફૂલની ક્યારીયો અને વાડને ખરાબ રીતે બરબાદ કરી દીધી. એન્ડીએ જણાવ્યું કે જ્યારે મારી પત્ની સવારે રસોડામાં ચા બનાવવા ગઈ ત્યારે તેણે જોયું કે ભેંસોનું ટોળું સ્વિમિંગ પૂલ અને બગીચામાં તબાહી મચાવી રહ્યું છે. આ જોયા પછી તેણે તરત જ 999 પર ઈમરજન્સી કોલ કર્યો, પરંતુ ત્યાંથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નહીં. ફાયર બ્રિગેડને લાગ્યું કે આ ફેક કોલ છે.

 

 

નુકસાનનું વળતર ચુકવવામાં આવ્યું

એન્ડીએ વધુમાં કહ્યું કે, લાખ સમજાવટ બાદ તેણે મામલાને ગંભીરતાથી લીધો અને ફરી આવ્યા. જ્યારે તે અમારા ઘરે પહોંચ્યો ત્યારે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં ભેંસોએ 25,000 પાઉન્ડનું નુકસાન કર્યું હતું. મળતી માહિતી મુજબ આ મામલો થાળે પડ્યો છે અને નુકસાનની ભરપાઈ પણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં ભેંસોને કોઈ નુકસાન થયું નથી. તેઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:57 pm, Sat, 27 May 23

Next Article