
અમને સોશિયલ મીડિયા પર હજારો વીડિયો જોવા મળતા રહે છે. જ્યારે આમાં કયો વીડિયો વાયરલ થયો છે. આ બાબતનો અંદાજો લગાવી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં ઘણા રોમાંચક વીડિયો યુઝર્સને પોતાની તરફ ખેંચતા જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક અકસ્માતના એક વીડિયોએ સૌને ચોંકાવી દીધા હતા, જેમાં એક વ્યક્તિ ભીડની સામે સ્ટંટ કરતી વખતે જોવા મળી રહ્યો છે.
આ પણ વાચો: Viral Video : ભયાનક માર્ગ અકસ્માત, વીડિયો જોઈને તમે પણ કહેશો ‘જાકો રાખે સાઇયાં માર શકે ના કોઈ’
સામાન્ય રીતે આપણે કોઈ પણ ફન એક્ટિવિટીથી લઈને થીમ પાર્ક સુધી આવા અનેક લોકોને જોઈએ છીએ. જે લોકોનું મનોરંજન કરવા માટે ઘણા અદ્ભુત પરાક્રમો કરતા જોવા મળે છે. આવી પ્રવૃત્તિઓ ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે અકસ્માતના કિસ્સામાં લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે. હાલમાં, અમને વીડિયોમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળે છે. જેને જોઈને યુઝર્સની આંખો પહોળી થઈ ગઈ છે.
ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા વીડિયોને શેર કરીને આવી પ્રવૃત્તિઓ કરવાથી બચવાની સલાહ આપવામાં આવી રહી છે. ટ્વિટર પર @NoContextHumans નામની પ્રોફાઇલ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ લોખંડથી બનેલા ઝૂલા પર કરતબ કરતા જોવા મળી રહ્યો છે. જેને જોઈને યુઝર્સના રુવાડા ઉભા થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ ઝુલામાંથી પડતાની સાથે જ બીજા છેડે લટકી જાય છે.
જો કે, વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે વ્યક્તિ ભલે જમીન પર ન પડ્યો હોય, પરંતુ લોખંડના ઝૂલામાં ફસાઈ જવાને કારણે તેને ઈજા થઈ હશે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર યુઝરનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે સમાચાર લખાયા સુધી 6.7 મીલીયનથી વધુ એટલે કે લગભગ 67 લાખ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના યુઝર્સે કોમેન્ટ કરી છે અને તે વ્યક્તિ વિશે જાણવા માંગે છે. સાથે જ ઘણા યુઝર્સે તેને ખરાબ સ્વપ્ન ગણાવ્યું છે.