હેલમેટ પહેરીને વિદ્યાર્થીએ RRR મૂવીના સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, વાયરલ વીડિયો જોઈ લોકો એ કહ્યુ- વાહ ભાઈ વાહ !

હાલમાં એક ટેલેન્ટેડ ડાન્સરનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ ડાન્સર ચાલુ ક્લાસમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તેનો ડાન્સ જોઈ સૌ ચોંકી ગયા હતા. નવાઈની વાત તો એ છે કે આ ડાન્સર હેલમેટ પહેરીને ડાન્સ કરી રહ્યો હતો.

હેલમેટ પહેરીને વિદ્યાર્થીએ RRR મૂવીના સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, વાયરલ વીડિયો જોઈ લોકો એ કહ્યુ- વાહ ભાઈ વાહ !
Viral Dance Video
Image Credit source: youtube
| Edited By: | Updated on: Oct 14, 2022 | 5:29 PM

Viral Dance Video : ભારતમાં એકથી એક ચઢીયાતા ડાન્સરો છે. પ્રભુ દેવા, સરોજ ખાન, રેમો જેવા કલાકારો એ દુનિયામાં ડાન્સના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કર્યુ છે. એવા અનેક કલાકારો હાલ ભારતમાં છે, તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં આવા જ એક ટેલેન્ટેડ ડાન્સરનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ ડાન્સર ચાલુ ક્લાસમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તેનો ડાન્સ જોઈ સૌ ચોંકી ગયા હતા. નવાઈની વાત તો એ છે કે આ ડાન્સર હેલમેટ પહેરીને ડાન્સ કરી રહ્યો હતો.

વાયરલ વીડિયોમાં એક કલાસરુમનો નજારો જોઈ શકાય છે. કલાસરુમમાં ફ્રી પીરિયડ કે રિશેષ જેવો માહૌલ છે. કલાસમાં ફક્ત વિદ્યાર્થીઓ હતા, ટીચક ન હતા. તેવામાં એક વિદ્યાર્થી અચાનક હેલમેટ પહેરીને ડાન્સ કરવા લાગે છે. તે RRR મૂવીના સોન્ગ નાચો-નાચો પર ડાન્સ કરવા લાગે છે. તેનો ડાન્સ જોઈ બધા વિદ્યાર્થીઓ ચોંકી જાય છે. તેના ડાન્સ મૂવ એટલા જોરદાર હતા કે કેટલાક લોકોએ તો તેના માટે તાળીઓ પણ પાડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ શાનદાર વીડિયો યૂટ્યૂબ પર Free hours with Harsh નામની ચેનલ પરથી શેયર કરવામાં આવ્યો છે. એક મહિના પહેલા શેયર થયેલી આ વીડિયોને 1 કરોડ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબનો ડાન્સ કર્યો ભાઈ. બીજા યુઝરે લખ્યુ છે કે, છોકરીઓ પણ ડાન્સ જોઈ તાળી પાડવા લાગી, ખરેખર જોરદાર ડાન્સ કર્યો. આવી અનેક પ્રતિક્રિયા આ જોરદાર ડાન્સ વીડિયો પર જોવા મળી.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.