Shocking viral video : રોલર કોસ્ટર તુટી, ત્રણ કલાક સુધી હવામાં ઉંધા લટકતા રહ્યા બાળકો, વીડિયો જોઈને લોકો ડર્યા

Roller Coaster Viral Video : દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટના ગયા રવિવારે અમેરિકાના વિસ્કોન્સિનમાં બની હતી. જ્યારે અહીંના મેળામાં રોલર કોસ્ટર રાઈડ અચાનક ખરાબ ગઈ હતી અને તેમાં બેઠેલા બાળકો કલાકો સુધી હવામાં ઉંધા લટકતા રહ્યા હતા.

Shocking viral video : રોલર કોસ્ટર તુટી, ત્રણ કલાક સુધી હવામાં ઉંધા લટકતા રહ્યા બાળકો, વીડિયો જોઈને લોકો ડર્યા
Shocking viral video
| Edited By: | Updated on: Jul 05, 2023 | 1:17 PM

જો તમે રોલર કોસ્ટર રાઈડ કરવા માંગતા હો, તો તમારામાં હિંમત હોવા જોઈએ. કારણ કે, તેના રોમાંચની સામે મોટા તુર્મની હવા પણ ટાઈટ થઈ જાય છે. આ ઝુલાઓમાં ઘણી વખત ખામી આવે છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. હાલમાં આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ નારાજ થઈ ગયા છે.

આ પણ વાંચો : Shocking Viral Video: વૃક્ષ પર આકાશમાંથી પડી વીજળી, લાઈવ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિનમાં બની છે. જ્યારે અહીંના મેળામાં રોલર કોસ્ટર રાઈડ અચાનક તુટી ગઈ હતી અને તેમાં બેઠેલા બાળકો કલાકો સુધી હવામાં ઉંધા લટકતા રહ્યા હતા.

રાઈડ બની જોખમી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિસ્કોન્સિનના ક્રેન્ડનમાં રવિવારે ફોરેસ્ટ કાઉન્ટી ફેસ્ટિવલ દરમિયાન રોલર કોસ્ટર રાઈડમાં ખામી સર્જાતા હોબાળો થયો હતો. જેના કારણે સાત બાળકો સહિત કુલ આઠ સવારોએ લગભગ ત્રણ કલાક સુધી હવામાં ઉંધા લટકતા રહેવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં લોકો રોકાયેલા રોલર કોસ્ટરથી લટકતા જોઈ શકાય છે. સાશા વ્હાઇટ નામના યુઝરે ટ્વિટર પર @rusashanews હેન્ડલથી આ વીડિયો શેર કર્યો છે.

અહી જુઓ વીડિયો, જ્યારે બાળકો કલાકો સુધી રોલર કોસ્ટરમાં ઉંધા લટકતા હતા

અહેવાલો અનુસાર, આ પછી તરત જ ફાયર ફાઇટરોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જો કે, ઇમરજન્સી રિસ્પોન્સર્સને લોકોને રોલર કોસ્ટરમાંથી ઉતારવામાં ઘણો સમય લાગ્યો હતો. બધા સુરક્ષિત છે, તેમને કોઈ ઈજા થઈ નથી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન બ્રેનન કૂકે WJFW ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, દેખીતી રીતે જ બાળકો ખૂબ ડરી ગયા હતા, પરંતુ તેમણે હિંમત બતાવી. બાળકો લાંબા સમય સુધી ઉંધા લટકતા રહ્યા. તેમણે કહ્યું કે, અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે રાઈડમાં ટેક્નિકલ ખામીના કારણે આવું થયું છે. પરંતુ સાચા કારણો હજુ તપાસ હેઠળ છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો