પાછળથી આવતી ટ્રેનનો Video બનાવી રહ્યો હતો વ્યક્તિ, થયો ભયાનક અકસ્માત, જુઓ Viral Video

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનની સામે ઉભેલો વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે. જો કે ટ્રેન તેના તરફ હોર્ન વગાડતી આવતી જોવા મળી રહી છે.

પાછળથી આવતી ટ્રેનનો Video બનાવી રહ્યો હતો વ્યક્તિ, થયો ભયાનક અકસ્માત, જુઓ Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 31, 2023 | 5:30 PM

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ સ્ટંટનો વીડિયો વાયરલ થાય છે. કેટલાક સ્ટંટ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે, જ્યારે કેટલાક સ્ટંટના કારણે લોકોને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ઘણી વખત સ્ટંટના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. વીડિયો અને રીલ બનાવવાના આ જમાનામાં લોકોમાં લોકપ્રિય બનવાની હરીફાઈ ચાલી રહી છે અને આ સ્પર્ધાએ અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

આ પણ વાંચો: Lion Viral Video : ઝાડના પાન ખાઈને પેટ ભરી રહ્યો હતો સિંહ, લોકોએ કહ્યું શ્રાવણ મહિનો હોવાથી સિંહ પણ ઘાસ ખાય છે

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનની સામે ઊભો રહીને વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ટ્રેકની બાજુમાં ઉભો છે. જ્યારે પાછળથી ટ્રેન આવી રહી છે. તે વ્યક્તિ મજા માટે પાછળથી આવતી ટ્રેનનો વીડિયો બનાવી રહ્યો હતો. જોકે તેને ખ્યાલ નહોતો કે તેની સાથે કેટલું ખરાબ થવાનું છે.

ટ્રેને જોરદાર ટક્કર મારી

વ્યક્તિ પોતાની ધૂનમાં મગ્ન હતો. તેને લાગ્યું કે કદાચ તે ટ્રેનના રસ્તામાં ઉભો નથી. જો કે, ટ્રેન આવતાની સાથે જ તે માણસને જોરથી અથડાવીને જતી રહી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વ્યક્તિના હાથમાંથી મોબાઈલ પડી ગયો અને તે પોતે ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડી ગયો હતો. હવે આગળ શું થયું તેની કોઈ માહિતી નથી. જોકે કેટલાક યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં દાવો કરી રહ્યા છે કે તે બચી ગયો છે.

 

 

અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે

આ પહેલીવાર નથી જ્યારે કોઈએ ટ્રેનને રમકડું સમજવાની ભૂલ કરી હોય. આ પહેલા પણ ઘણા લોકો વીડિયો બનાવવાના કારણે ટ્રેન દુર્ઘટનાનો શિકાર બની ચૂક્યા છે. ટ્રેન દુર્ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો દરરોજ ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. આ અકસ્માતોમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો