Viral Video : વંદે ભારતમાં ખોરાક ન ખાવાની સલાહ ! પ્રવાસીએ બતાવી ભોજનની ગુણવત્તા, તમે પણ જોઈ શકો છો Shocking Video

|

Feb 05, 2023 | 8:07 AM

IRCTC VIDEO : અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express) તેની સેવા માટે લોકોના નિશાન પર છે. વાસ્તવમાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પ્રવાસી તેલમાં તરબોળ ભોજન બતાવતો જોવા મળે છે.

Viral Video : વંદે ભારતમાં ખોરાક ન ખાવાની સલાહ ! પ્રવાસીએ બતાવી ભોજનની ગુણવત્તા, તમે પણ જોઈ શકો છો Shocking Video
Bad quality food in Vande Bharat

Follow us on

Bad quality food in Vande Bharat : જ્યારે મુસાફરીની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા મનમાં જે વસ્તુ આવે છે તે છે ટ્રેન અને જે તેની મુસાફરીને સૌથી વધુ રસપ્રદ બનાવે છે તે છે ભોજન. ઘણા લોકો એવા છે જે મુસાફરીની મજા માણવા અને મુસાફરીનો આનંદ માણવા માટે ઘરેથી ખોરાક લાવે છે. પરંતુ બદલાતા ફેરફારો સાથે મુસાફરીની શૈલી પણ બદલાઈ ગઈ છે અને નવી ટ્રેનોના આગમન સાથે લોકોએ ઘરેથી ખાવાનું લઈ જવાનું બંધ કરી દીધું છે, પરંતુ એક વસ્તુ છે જે બદલાઈ નથી, તે છે રેલ્વે ફૂડ. મુસાફર હજુ પણ ચિંતિત છે કે તેને તેની જરૂરિયાત મુજબનું ભોજન નથી મળી રહ્યું. જેની તેણે કિંમત ચૂકવી છે. આ દિવસોમાં વંદે ભારતના એક મુસાફરે ટ્રેનમાં ભોજનની ક્વોલિટી બતાવી છે. જેને જોયા બાદ લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: ઉમરાન-મોહમ્મદ સિવાય સ્ટાફના આ લોકોએ પણ તિલક લગાવવાની પાડી હતી ના, સોશિયલ મીડિયા પર તિલકને લઈને ફરી થઈ બબાલ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વાયરલ થઈ રહેલો આ વીડિયો વંદે ભારત ટ્રેનનો જણાવવામાં આવી રહ્યો છે, જે એક મહિના પહેલા શરૂ થઈ હતી અને વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જઈ રહી હતી. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે વંદે ભારત ટ્રેનમાં ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ વીડિયો વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે બનાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રેનમાં ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું હતું.

અહીં, વીડિયો જુઓ

વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં દરેકને ભોજન પીરસવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન એક મુસાફર ફૂડ પેકેટમાં મળેલા વડાંને દબાવી રહ્યો છે, જેમાં ઘણું તેલ નીકળતું જોવા મળે છે. આ ક્લિપ જોયા પછી લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, આ ફૂડ કઈ રીતે ખાઈ શકે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી વંદે ભારત ટ્રેનમાં ખાદ્યપદાર્થોની કિંમત ઘણી વધારે છે, ગુણવત્તા ખૂબ જ ખરાબ છે.

વંદે ભારતનો આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 32 હજારથી વધુ લોકો આ ક્લિપ જોઈ ચૂક્યા છે. આ ઉપરાંત ભારતીય રેલવેએ આની નોંધ લેતા સંબંધિત અધિકારીને સુધારાત્મક પગલાં માટે પણ જાણ કરી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે રેલવે ફૂડ પર આ રીતે સવાલ ઉઠાવવામાં આવ્યા હોય.

Next Article