Viral Video: નાની એવી ભૂલથી જીવ પણ જઈ શકે તેમ હતો, મેળામાં ચાલુ ચકડોળ પર વ્યક્તિએ કર્યો અદ્ભુત સ્ટંટ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઊંચા ચકડોળ પર તેના અદ્ભુત અને ખતરનાક સ્ટંટ કરતો જોવા મળે છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે.

Viral Video: નાની એવી ભૂલથી જીવ પણ જઈ શકે તેમ હતો, મેળામાં ચાલુ ચકડોળ પર વ્યક્તિએ કર્યો અદ્ભુત સ્ટંટ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: May 22, 2023 | 9:05 PM

સોશિયલ મીડિયા પર આવા વીડિયો આપણને અવારનવાર જોવા મળે છે. જેને જોઈને યુઝર્સના કપાળે પરસેવો છૂટી જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ જોઈને યુઝર્સને પોતાની આંખો પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ શહેરમાં મેળા દરમિયાન ત્યાં લગાવેલા ચરખાના ચકડોળ પર અદ્ભુત સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાચો: Viral Video : બાઇક પર જગ્યા ઓછી પડતા મહિલાએ યુવતીને બેસાડવા લગાવ્યો જુગાડ, વીડિયો પર આવી ફની કોમેન્ટ

મેળા દરમિયાન આપણે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઘણા પ્રકારના ચકડોળ જોઈએ છીએ. જે દરમિયાન, વધુને વધુ ગ્રાહકોને તેમના ચકડોળમાં આમંત્રિત કરવા માટે કેટલાક ચકડોળ વાળા તેમની સાથે સ્ટંટ અને આશ્ચર્યજનક પરાક્રમો રાખે છે. જેના કારનામાને જોઈને લોકોના ટોળા તેને જોવા ઉમટી પડે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ મોટા ચકડોળ પર સ્ટંટ કરતો જોવા મળે છે.

ચકડોળ પર ખતરનાક સ્ટંટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેને ઈન્સ્ટાગ્રામ પર ghantaa નામની પ્રોફાઈલથી શેર કરવામાં આવી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ચકડોળનું લોખંડ પકડીને હવામાં ઉપર જતો અને પછી તેની સાથે નીચે આવતો જોવા મળે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આવા સ્ટંટ કરવાનું વિચારી પણ ન શકે. તે જ સમયે, વીડિયોમાં દેખાતા વ્યક્તિનું આ કૃત્ય જોઈને યુઝર્સના મોં ખુલ્લા રહી ગયા છે.

 

 

યુઝર્સેને વીડિયોને પસંદ કર્યો

હાલમાં, આ વિડિયો સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી 6 લાખ 87 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 34 હજારથી વધુ યુઝર્સ તેને લાઈક કરી ચૂક્યા છે. વીડિયો જોતી વખતે, યુઝર્સ સતત તેમની આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ ટિપ્પણી કરતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘માર્વેલ વાળા આ વ્યક્તિને લઈ ને ન જાય.’ બીજાએ લખ્યું, ‘ભાઈ, તેણે મરવાનું છે?’ તે જ સમયે, મોટાભાગના વપરાશકર્તાઓએ તેને ખતરો કા અસલી ખેલાડી ગણાવ્યો હતો.