Video : કાકાએ ગજબનો જુગાડ કર્યો ! આ હાઈટેક સાઈકલને જોઈને વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા

સોશિયલ મીડિયા પર એક કાકાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ કાકાએ જે રીતે જુગાડથી હાઈટેક સાઈકલ બનાવી છે,તે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

Video :  કાકાએ ગજબનો જુગાડ કર્યો ! આ હાઈટેક સાઈકલને જોઈને વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા
a man made hitech bicycle video viral on social media
| Edited By: | Updated on: Oct 04, 2021 | 1:23 PM

Viral Video : સોશિયલ મીડિયા પર ‘દેશી જુગાડ’ ને લગતા વીડિયો લોકોને ખૂબ પસંદ આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને આશ્વર્ય થાય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ જે રીતે સામાન્ય સાઈકલને હાઈટેક સાઈકલ (Hitech Bicycle) બનાવી છે તે જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

કાકાએ તો કમાલ કરી નાખી !

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કાકા ‘હાઈટેક’ સાઈકલ બનાવવામાં વ્યસ્ત છે અને એના માટે દે રીતે જુગાડ કર્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે. કાકાએ બનાવેલી આ હાઈટેક સાઈકલમાં કાકાએ જુગાડથી વ્હીલમાં પંખો (Fans) ફીટ કર્યો છે.આ જુગાડ જોઈને ખરેખર કોઈ એન્જિનિયર અને વૈજ્ઞાનિક પણ વિચારમાં પડી જાય. આ જુગાડથી બનેલી સાઈકલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. કાકાનો આ જુગાડ હાલ ઈન્ટરનેટ (Internet) પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

કાકાના આ જુગાડે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

તમને જણાવી દઈએ કે, આ જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘abhitakbanjara’ નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો (Viral Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ હાઈટેક સાઈકલ જોઈને હું સ્તબ્ધ છુ.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,ખરેખર કાકાએ કમાલ કર્યો છે.જ્યારે અન્ય યુઝર્સ પણ કાકાની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Aryan Khan Drug Case: શાહરૂખ ખાને આર્યન ખાન સાથે વાત કરી, બે મિનિટ સુધી ચાલેલી વાતચીતમાં શાહરુખે ધીરજ રાખવા કહ્યું

આ પણ વાંચો : NDPS ACT: ‘પહેલા ફોરેન્સિક ટીમને મોકલવામાં આવે છે, પછી રાખ કરવામાં આવે છે’, જાણો NDPS એક્ટ શું છે