Viral: દુનિયાનો સૌથી અનોખો જૂગાડ, શખ્સે સાઈકલ સાથે કંઈક એવું કર્યું કે બની ગયો વિશ્વ રેકોર્ડ

|

Jan 19, 2022 | 10:37 AM

World Tallest Bicycle: પોલેન્ડના એક વ્યક્તિએ વિશ્વની સૌથી ઊંચી સાયકલ બનાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સાઈકલની ઊંચાઈ 7.41 મીટર છે.

Viral: દુનિયાનો સૌથી અનોખો જૂગાડ, શખ્સે સાઈકલ સાથે કંઈક એવું કર્યું કે બની ગયો વિશ્વ રેકોર્ડ
World Tallest Bicycle (PC: guinnessworldrecords)

Follow us on

આ વ્યક્તિનું પરાક્રમ એટલું જબરદસ્ત છે કે ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ’એ પોતે જ તે વ્યક્તિનો વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. પોલેન્ડના એક વ્યક્તિએ વિશ્વની સૌથી ઊંચી સાયકલ (World Tallest Bicycle)બનાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સાઈકલની ઊંચાઈ 7.41 મીટર છે. વિશ્વમાં ઘણા લોકો આશ્ચર્યજનક શોધ માટે જાણીતા છે. કેટલાક લોકો જુગાડ અને મગજ લગાવીને આવું અનોખું કામ કરે છે, જેનાથી વર્લ્ડ રેકોર્ડ બને છે. પોલેન્ડના એક વ્યક્તિએ આવું જ કંઈક કર્યું. આ વ્યક્તિએ પોતાના કૌશલ્ય અને જુગાડથી એવું કારનામું કર્યું છે કે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં નોંધાઈ ગયું છે.

સાયકલની ઊંચાઈ 7.41 મીટર છે

પોલેન્ડના આ વ્યક્તિએ વિશ્વની સૌથી ઊંચી સવારી કરી શકાય તેવી સાયકલ બનાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સાઈકલની ઊંચાઈ 24 ફૂટ 3.73 ઈંચ એટલે કે 7.41 મીટર છે. આ વ્યક્તિનું પરાક્રમ એટલું જબરદસ્ત છે કે ‘ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ’એ પોતે જ તે વ્યક્તિનો વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ વીડિયોમાં આ વ્યક્તિ દુનિયાની સૌથી ઊંચી સાઈકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોયા પછી, તમે વ્યક્તિ અને તેની શોધના વખાણ કર્યા વિના તમારી જાતને રોકી શકશો નહીં. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરતાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે કેપ્શન લખ્યું, ‘એડમ ઝ્ડાનોવીચ સૌથી લાંબી રાઇડેબલ સાઇકલ 7.41 મીટર (24 ફૂટ 3.73 ઇંચ).’ ગિનીસ વર્લ્ડ રેકોર્ડે પણ તેના વિશે કેટલીક અનોખી માહિતી આપી હતી. વીડિઓ જુઓ.

સાઇકલ બનાવવામાં એક મહિનો લાગ્યો

એડમના મતે, આ તેની અત્યાર સુધીની સૌથી મોટી રચના છે, જે તેણે ડિઝાઇન કરી છે. તે તેને એક મહાન સાહસિક રાઈડ તરીકે વર્ણવે છે. તેને બનાવવામાં તેમને લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. તેણે તેની સાયકલના ઉત્પાદનમાં માત્ર જૂની ઘસાઈ ગયેલી સામગ્રીનો ઉપયોગ કર્યો. સોશિયલ મીડિયા પર લોકો આ સાઈકલને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 61 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો: Viral: આરામથી બેઠા હતાને ધડામ દઈ માથે પડ્યો પંખો, વીડિયો જોઈ તમે પણ રૂમના પંખા સામે જોતા થઈ જશો

આ પણ વાંચો: Viral: મોરના ઈંડા લેવાની કોશિશ કરી રહ્યો હતો શખ્સ, કંઈક આ રીતે મોરએ પાઠ ભણાવ્યો

Next Article