Viral Video: ‘છોડેંગે ના હમ તેરા સાથ…ઓ સાથી મરતે દમ તક’, વૃદ્ધ યુગલનો પ્રેમ જોઈને લોકો થયા ભાવુક

તમે જોઈ શકો છો કે સૌથી પહેલા વૃદ્ધ મહિલા પોતાના હાથથી પોતાના પતિને ભોજન ખવડાવે છે. પતિ પણ પત્નીના હાથનું ભોજન ખૂબ પ્રેમથી ખાય છે. આ પછી વૃદ્ધ મહિલા તેના પતિનો ચહેરો ટિશ્યુ પેપરથી લૂછી નાખે છે.

Viral Video: છોડેંગે ના હમ તેરા સાથ...ઓ સાથી મરતે દમ તક, વૃદ્ધ યુગલનો પ્રેમ જોઈને લોકો થયા ભાવુક
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 15, 2023 | 2:42 PM

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. આ ઘટનામાં એક વીડિયો લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. આ વીડિયો એક રેસ્ટોરન્ટમાંથી સામે આવ્યો છે. આ વીડિયો એક વૃદ્ધ યુગલનો છે, જેના પ્રેમની સામે લૈલા-મજનુ અને હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા તેના પતિને પ્રેમથી ખવડાવી રહી છે. આ વીડિયોએ લોકોના દિલો દિમાગમાં ધૂમ મચાવી દીધા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને લઈને તેમના દિલ ખોઈ બેઠા છે.

આ પણ વાંચો: Viral Video: આ વીડિયો જોઈને કદાચ તમે શાકભાજી ખાતા બે વાર વિચારશો ! ગટરના પાણીથી શાકભાજી ધોતો જોવા મળ્યો ફેરિયો, જુઓ VIDEO

વૃદ્ધ યુગલનો પ્રેમ જોઈને લોકોના દીલ દઈ બેઠા

વીડિયોની શરૂઆત એક વૃદ્ધ મહિલા તેના પતિને ખવડાવવાથી થાય છે. આ દરમિયાન દૂર બેઠેલી કોઈ વ્યક્તિ દ્વારા રહેવાયુ નહી અને આ પ્યારા કપલનો વીડિયો બનાવી ઈન્ટનેટ પર શેયર કરી દીધો. તમે જોઈ શકો છો કે સૌથી પહેલા વૃદ્ધ મહિલા પોતાના હાથથી પોતાના પતિને ભોજન ખવડાવે છે. પતિ પણ પત્નીના હાથનું ભોજન ખૂબ પ્રેમથી ખાય છે. આ પછી વૃદ્ધ મહિલા તેના પતિનો ચહેરો ટિશ્યુ પેપરથી લૂછી નાખે છે. આ વીડિયો ખરેખર હૃદયને હચમચાવી નાખે એવો છે. જુઓ વીડિયો…

 

Credit-twitter@viralbhayani 

લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બંને ક્યારેય એકબીજાથી અલગ ન થાય

વીડિયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે આ સાચો પ્રેમ છે. તે જ સમયે, ઘણા લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે તેઓ ઈચ્છે છે કે તેમને આ પ્રકારનો પ્રેમ મળ્યો હોત. અત્યારે વૃદ્ધ દંપતી પ્રેમ દિલ જીતી રહ્યો છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે બંને ક્યારેય એકબીજાથી અલગ ન થાય. લોકો આ કપલને ઘણા આશીર્વાદ આપી રહ્યા છે. આ વીડિયો viralbhayani નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો