Viral Video: ઘર બહાર બનેલી રંગોળીને બાળકીએ કરી ખરાબ, માતાએ કેમ ન રોકી? વીડિયો પર ઉભા થયા સવાલ

હવે તે વીડિયોમાં એક નાની બાળકી રસ્તા પર ચાલતી વખથે એક ઘરના બહા રંગોળી જુએ છે અને ત્યાં જઈને તે રંગોળીને પગથી ખરાબ કરી નાખે છે. બીજી તરફ તેની માતા પહેલા ફોન પર વાત કરી રહી હોય છે અને ત્યાર બાદ તે ચાલવા લાગે છે ત્યારે તે બાળકી પણ તેની માતા સાથે જતી રહે છે.

Viral Video: ઘર બહાર બનેલી રંગોળીને બાળકીએ કરી ખરાબ, માતાએ કેમ ન રોકી? વીડિયો પર ઉભા થયા સવાલ
VIRAL VIDEO
| Updated on: Jan 24, 2026 | 12:01 PM

સોશિયલ મીડિયામાં રોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે તેમાંથી જ એક વીડિયો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો @Pamphlet_inનો છે. જે વીડિયોમાં પહેલા એક યુવતી એક વીડિયો જોવા કહે છે. આ વીડિયોમાં એક નાની બાળકી સ્કુલ ડ્રેસમાં છે બીજી તરફ તેની સાથે તેની માતા પણ છે જે બુર્ખો પહેરીને ઉભેલી આ વીડિયામાં દેખાય છે.

બાળકી એ ઘરની બહાર રંગોળી કરી ખરાબ

હવે તે વીડિયોમાં એક નાની બાળકી રસ્તા પર ચાલતી વખથે એક ઘરના બહા રંગોળી જુએ છે અને ત્યાં જઈને તે રંગોળીને પગથી ખરાબ કરી નાખે છે. બીજી તરફ તેની માતા પહેલા ફોન પર વાત કરી રહી હોય છે અને ત્યાર બાદ તે ચાલવા લાગે છે ત્યારે તે બાળકી પણ તેની માતા સાથે જતી રહે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

આ વીડિયોમાં યુવતીના જણાવ્યા મુજબ સાઉથમાં રોજ ઘરની બાહર રંગોળી બનાવવી એક પરંપરા છે પણ નાની બાળકી તે રંગોળીને ખરાબ કરી નાખે છે અને તેના જણાવ્યા મુજબ તે બાળકીની માતા પણ તેને આમ કરતા રોકી રહી નથી. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે કે કેમ બાળકીના રંગોળી ખરાબ કરતા પણ તેની માતા એ તેને રોકી નહીં. તેમજ શું તે જાણી જોઈને ઈચ્છતી હતી કે રંગોળી ખરાબ થઈ જાય તેવા અનેક સવાલો વીડિયોમાં બોલતી યુવતીએ ઉભા કર્યા છે અને આ વીડિયો પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે.

નોંધ: જોકે TV9 Gujarati આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી તેમજ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. આ માત્ર એક વીડિયો છે જે હાલ સોશિયલ મીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે.

વિદેશી મહિલાએ બાઈક પર જઈ રહેલા યુવકો પાસે લિફ્ટ માગી અને બંને યુવકોએ જે કર્યુ તે તેના સંસ્કાર બતાવે છે- જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો