Blue Whale Video: દરિયામાં તરતી જોવા મળી વિશાળકાય બ્લુ વ્હેલ, મોટી બોટ પણ નાની લાગવા લાગી, જુઓ વીડિયો

|

Jun 27, 2022 | 9:18 AM

આ વિશાળ વ્હેલ ઘણીવાર સમુદ્રમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેમાં બ્લુ વ્હેલનું વિશાળ શરીર જોવા મળી રહ્યું છે. તેની સામે એક મોટી હોડી પણ ઘણી નાની લાગે છે.

Blue Whale Video: દરિયામાં તરતી જોવા મળી વિશાળકાય બ્લુ વ્હેલ, મોટી બોટ પણ નાની લાગવા લાગી, જુઓ વીડિયો
Blue Whale Video
Image Credit source: Twitter

Follow us on

વ્હેલ (Whale)એ વિશ્વના સૌથી મોટા જીવોમાંનું એક છે, તમે તે જાણતા જ હશો. વ્હેલની પણ ઘણી પ્રજાતિઓ છે, જેમાં બ્લુ વ્હેલ સૌથી મોટી છે. તેઓ કદમાં હાથી કરતા અનેક ગણી મોટી હોય છે. તેમના શરીરની વાત છોડો, ફક્ત બ્લુ વ્હેલની જીભ હાથીની બરાબર હોય છે. એવું માનવામાં આવે છે કે એક પુખ્ત બ્લુ વ્હેલ 30 મીટર લાંબી અથવા લગભગ 98 ફૂટ સુધીની હોય છે અને તેનું વજન 180 ટન અથવા 1 લાખ 80 હજાર કિલો જેટલું હોય છે. તેમની સામે મનુષ્ય કીડી જેવો દેખાય છે. આ વિશાળ વ્હેલ ઘણીવાર સમુદ્રમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેમાં બ્લુ વ્હેલનું વિશાળ શરીર જોવા મળી રહ્યું છે. તેની સામે એક મોટી હોડી પણ ઘણી નાની લાગે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિશાળકાય વ્હેલ સમુદ્રમાં તરી રહી છે અને તેનાથી થોડે દૂર એક બોટ ઉભી છે. વ્હેલ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેની વિશાળતા દેખાય છે. જો કે વ્હેલ બિનજરૂરી રીતે કોઈના પર હુમલો કરતી નથી, પરંતુ જરા કલ્પના કરો કે જો તેઓ તેમની પૂંછડીને હોડી પર સહેજ પણ અથડાવે તો તેમની સાથે શું થયું હોત. આ તો કલ્પનાની વાત છે, પણ આ વીડિયો ખૂબ જ સુંદર છે. આ અદ્ભુત સીન જેણે પણ શૂટ કર્યો છે તેના જેટલા પણ વખાણ કરવામાં આવે તે ઓછા છે. આવા દ્રશ્યો રોજેરોજ જોવા મળતા નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ અદ્ભુત વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden ના નામથી શેર કરવામાં આવ્યો છે અને આ બ્લુ વ્હેલના કદને જોઈને આશ્ચર્ય થયું છે. માત્ર 24 સેકન્ડના આ વીડિયોને 1 મિલિયનથી વધુ એટલે કે 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 66 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે જાયન્ટ વ્હેલને ડરામણી હોવાનું કહ્યું છે તો કેટલાકે શાનદાર હોવાનું જણાવ્યું છે. ત્યારે એક યુઝરે લખ્યું છે કે ‘આ કુદરતની અદ્ભુત રચના છે’.

Next Article