Viral Video: કેમેરામાં અચાનક દેખાયું ભૂત, જુઓ પછી શું થયું, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

|

Jan 27, 2023 | 6:48 PM

Aligarh Viral Video: અલીગઢનો એક સીસીટીવી વીડિયો વાઈરલ (Viral Video) થયો છે, જેમાં મોડી રાત્રે એક સુનસાન ગલીમાં શાલ ઓઢીને એક મહિલા જોવા મળી રહી છે. જે થોડા પગલાં ચાલે છે તે અચાનક અદૃશ્ય થઈ જાય છે. સ્થાનિક લોકો તેને ભૂત માની રહ્યા છે, જેની વિસ્તારમાં ખૂબ ચર્ચા છે.

Viral Video: કેમેરામાં અચાનક દેખાયું ભૂત, જુઓ પછી શું થયું, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Aligarh Viral Video
Image Credit source: Social Media

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ થાય છે. હાલમાં અલીગઢની એક શેરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભૂત હોવાનો દાવો અપલોડ કરનારે કર્યો છે. હંમેશા ભૂતોથી જોડાયેલા કિસ્સા અને વાર્તાઓ લોકો કહેતાં હોય છે, જે ક્યારેક કહેનાર વ્યક્તિની કલ્પના લાગે છે તો ક્યારેક એવું કંઈક જોવા મળે છે કે જેને જોઈને ભૂતનાં અસ્તિત્વ વિશે વિચારવા માટે મજબૂર થવું પડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો અપલોડ થયો છે.

ઘણી વખત લોકો ભૂતોની દુનિયા વિશે વાત કરતા જોવા મળે છે અને ભૂત સાથે થયેલી મુલાકાતનાં કિસ્સા સંભળાવતા હોય છે અને લોકો પણ આવી વાતો સાંભળી આનંદ ઉઠાવે છે, તો કેટલાક લોકો ડરી જાય છે. આમ ભૂતપ્રેતના કિસ્સામાં કેટલાક લોકો સાચું માની લે છે તો કેટલાક લોકો એને કલ્પના માની લે છે. પરંતુ ક્યારેક એવાં વીડિયો અને ફોટોઝ આવે છે કે જેમાં લોકો ભૂત હોવાનો દાવો કરે છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો

ઉત્તર પ્રદેશના અલીગઢનો એક સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. જેમાં મોડી રાત્રે સફેદ સાડીમાં એક શાલ ઓઢેલી મહિલા જોવા મળે છે, તે થોડા પગલાં ચાલે છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે. આ વાયરલ વીડિયોની સમગ્ર વિસ્તારમાં જોરદાર ચર્ચા થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સીસીટીવીમાં ભૂત કેદ થઈ ગયું છે. જેના કારણે ભયનો માહોલ સર્જાયો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો : રસ્તા પર ભયાનક મગર રખડતો જોવા મળ્યો, લોકોએ ગભરાઈને દરવાજા કર્યા બંધ, જુઓ Viral Video

લગભગ 27 સેકન્ડના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અંધારી રાતમાં, સુનસાન ગલીમાં, માત્ર એક જ ઘરની બહાર લાઈટ ચાલી રહી છે અને બધે અંધારું છે. અચાનક સફેદ સાડીમાં એક મહિલા આવે છે. પછી ધીમે ધીમે તે શેરીમાંથી બહાર નીકળીને અદૃશ્ય થઈ જાય છે. સ્થાનિક લોકો તેને ભૂત માની રહ્યા છે અને અલગ-અલગ વાતો કહી રહ્યા છે.

Next Article