એનાકોન્ડા (Anaconda) અને મગરને (Alligator) કોઈ પરિચયની જરૂર નથી. આ એવા ખુંખાર પ્રાણીઓ છે જેની નજીક જતા માણસથી લઈને સામાન્ય પ્રાણીઓ સુધી સૌ કોઈ ડરે છે. તેમની પકડમાં એકવાર આવી ગયા તો સમજો ગયા, તેમની પકડમાં આવેલાનું બચવુ ખરેખર મુશ્કેલ હોય છે. કારણે કે એક ચાવીચાવીને મારે છે અને એક કચડીને જીવ લે છે. દુનિયામાં સાપની લગભગ સાડા ત્રણ હજાર પ્રજાતિઓ છે તેમાંથી સૌથી ખતરનાક સાપ છે એનાકોન્ડા. તે કદમાં સૌથી મોટા સાપ છે. ગ્રીન એનાકોન્ડા સૌથી મોટા અને સૌથી ખતરનાક માનવામાં આવે છે. તે લંબાઈમાં લગભગ 30 ફૂટ સુધી વધે છે. તેનુ વજન 8 માણસના વજન જેટલુ હોય છે. અને મગર એવુ પ્રાણી છે જેને પાણીમાં કોઈ ભાગ્યે જ હરાવી શકે. હાલમાં આ બન્ને વચ્ચેની લડાઈનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.
એનાકોન્ડા જ્યારે શિકારને પકડે છે ત્યારે તેની કરોડરજ્જુ તોડી નાખે છે, જેના કારણે તે લગભગ 80 ટકા લડાઈ જીતે છે. જો પ્રાણી મૃત્યુ પામે છે, તો એનાકોન્ડા આરામથી અને ખુશીથી તેને ખૂબ ઉત્સાહથી ગળી જશે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એનાકોન્ડા આ ભયાનક મગરના દરેક હાડકાને તોડી રહ્યો છે અને જ્યારે દરેક હાડકું તૂટી જાય છે ત્યારે મગરની પ્રતિક્રિયા શું હોય છે. પીડામાં તેનો ચહેરો જોવા જેવો છે.
આ વાયરલ વીડિયોમાં પીળા રંગના એનાકોન્ડાને બ્રાઝિલમાં મગરની પેટાજાતિ કેમેનની આસપાસ લપેટાયેલો જોઈ શકાય છે. પાણીને લઈને લડાઈ ચાલી રહી છે અને અહીં એનાકોન્ડા પણ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. જોકે આ ઘટના ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બની હતી, પરંતુ હાલમાં ફરી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના કુઇબા નદીના કિનારે બની હતી અને તેને અમેરિકાના ઇન્ડિયાનામાં રહેતા કિમ સુલિવાન દ્વારા આ કેદ કરવામાં આવી હતી. સુલિવાનના જણાવ્યા અનુસાર, એનાકોન્ડા અને મગર વચ્ચેની લડાઈ લગભગ 40 મિનિટ ચાલી હતી. આ વીડિયો ઈનસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેને જોઈ લોકો આશ્વર્યમાં મુકાયા છે.