Friendship Viral Video : બાળપણમાં આવી હતી ‘ખરી મિત્રતા’, Video જોયા પછી તમને પણ તમારો બેસ્ટ ફ્રેન્ડ ચોક્કસ યાદ આવશે

ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ ખૂબ જ ભાગ્યે જ આપણને આવા વીડિયો જોવા મળે છે જે આપણો દિવસ બનાવી શકે. આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. આ જોયા પછી તે તમારો દિવસ ચોક્કસ બનાવી દેશે.

Friendship Viral Video : બાળપણમાં આવી હતી ખરી મિત્રતા, Video જોયા પછી તમને પણ તમારો બેસ્ટ ફ્રેન્ડ ચોક્કસ યાદ આવશે
Friendship Viral Video
| Edited By: | Updated on: Oct 11, 2023 | 3:06 PM

પ્રેમ અને પરિવાર વચ્ચે એક ત્રીજી વસ્તુ પણ આવેલી છે, ફ્રેન્ડશિપ જે લોહીનો સંબંધ નથી પણ તેના તેજ  સામે બધા સંબંધો નિષ્ફળ જાય છે. હવે, તમારો રિલેશન ગમે તે ઉંમરનો હોય, તે ખૂબ જ ખાસ છે. એવું પણ કહેવાય છે કે દોસ્તીની સુગંધ પ્રેમથી પણ વધારે હોય છે. જો સાચા મિત્રો જીવનમાં તમારી સાથે હોય તો જીવન સ્વર્ગ બની જાય છે. આ બધી વાતોને તો લોકો શરૂઆતથી જ મિત્રતા વિશે આવું જ કહે છે, પરંતુ આ બધાથી પણ વિશેષ જો બાળપણની મિત્રતા હોય તો તેના વિશે આપણે શું કહી શકીએ?

આ પણ વાંચો : Animal Viral Video : શ્વાન અને કપિ વચ્ચે થઈ ખતરનાક લડાઈ, જુઓ કોની થઈ જીત? -Watch Video

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મિત્રો એક સાથે ખભા પર હાથ રાખીને જોવા મળે છે. આ જોયા પછી તમે પણ ચોક્કસપણે તમારા શાળાના મિત્રને યાદ કરશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે બાળકો શાળાના યુનિફોર્મમાં જોવા મળે છે અને તેમને જોઈને એવું લાગે છે કે સ્કૂલ છુટી ગઈ છે અને આ ટેણિયા પોતાના ઘરે જઈ રહ્યા છે.

અહીં વીડિયો જુઓ…..

વીડિયોમાં બંને બાળકો એકબીજાના ગળામાં હાથ નાખીને નાચતા-નાચતા ચાલી રહ્યા છે. આ જોઈને તમને પણ તમારા બાળપણના દિવસો યાદ આવી જશે. તમારા મિત્રની યાદ આવી ગઈ હશે. બાળકોની આ સાદગી અને તેમની દોસ્તી લોકોના દિલ જીતી રહી છે. આ વીડિયો ભારતમાં આવેલા સિક્કિમના ગંગટોકનો છે. આ વીડિયોને Instagram પર your_foodspot_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ સાથે લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાનો જવાબ આપી રહ્યા છે.

એક વ્યક્તિએ લખ્યું છે કે, ‘હવે આ સમય ક્યારેય પાછો નહીં આવે.’ જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે- દરેક સુંદર વાર્તા અહીંથી શરૂ થાય છે. અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ્સ કરી છે કે – આ સમય જીવનની સૌથી સુંદર ક્ષણ છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ પર કોમેન્ટ કરીને પોતપોતાના જવાબ લખી રહ્યા છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:22 am, Wed, 20 September 23