બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં રસ્તા પર ઘસડાયો બાઈકચાલક, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ

હાલમાં એક સ્ટંટનો ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાઈક ચાલક ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે.

બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં રસ્તા પર ઘસડાયો બાઈકચાલક, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 21, 2022 | 6:26 PM

Shocking Video : જમાના પ્રમાણે લોકોના શોખ અને વિચાર બદલાતા જાય છે. આજકાલના યુવાનોમાં નવી બાઈક અને સ્ટંટનો ભારે ક્રેઝ જાગ્યો છે. કેટલાક યુવાનો તો જીવને જોખમમાં નાંખીને સ્ટંટ કરતા હોય છે. આવા સ્ટંટ કરતી વખતે ઘણા યુવાનો ઘાયલ થાય છે અને ઘણા મોતને ભેટે છે. હાલમાં આવા જ એક સ્ટંટનો ખતરનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં એક બાઈક ચાલક ખતરનાક સ્ટંટ કરતા જોવા મળે છે.

બાઈક પર સ્ટંટ કરવો એેક પ્રકારની કળા છે. આવા સ્ટંટ કરવા માટે ઘણી પ્રેકટિસ અને સાવધાનીની જરુર પડે છે. પણ કેટલાક સ્ટંટબાજ હોશિયારી મારવાના ચક્કરમાં ઊંધા માથે પટકાતા હોય છે. વાયરલ થઈ રહેલા વીડિયો તમે એક સ્ટંટબાજને બાઈક ચલાવતા જોઈ શકો છો. તે ખુબ ઝડપથી બાઈક દોડાવવી રહ્યો છે. તે સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે તેવામાં બાઈક પરથી નિયત્રંણ ગુમાવે છે અને રસ્તા પર ઘસડાવા લાગે છે. તેણે હેલ્મેટ જેવા સાવધાનીના સાધનો પહેર્યા હોવાથી તેનો જીવ બચી જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 7ncivites નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વધારે પડતી હોશિયારી ભારે પડી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, રસ્તા પર સીધી બાઈક ચલાવી હોત, તો રસ્તા પર ઘસડાવું ન પડતે. મોટાભાગના યુઝર્સ બાઈકસવારનું મજાક ઉડાડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે.