
આપણા દેશમાં લગ્ન પ્રસંગ સંગીત અને ડાન્સ વિના અધૂરા છે. લગ્ન સંબંધિત ઘણા વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે જેમાં લગ્નોમાં કેટલાક લોકો એવી રીતે ડાન્સ કરે છે કે તેઓ લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.જ્યારે કેટલાક ડાન્સ એવા ફની હોય છે જેને જોઈને તમે હસવું રોકી શકશો નહીં.આવો જ એક ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. આ ડાન્સ વીડિયો એટલા માટે ખાસ છે કારણ કે વીડિયોમાં દાદાની એનર્જી ગજબ છે. 82 વર્ષના દાદાની એનર્જી યુવાન જેવી છે. દાદાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નની પાર્ટીમાં સ્ટેજ પર ઉભા રહીને એક 82 વર્ષીય દાદા જોરદાર ડાન્સ કરી રહ્યો છે. દાદા કાળા રંગના કોર્ટ પેન્ટમાં ફુલ ઓન એનર્જી સાથે સ્ટેજ પર ઝુમતા જોવા મળે છે. ત્યારે દાદા એવી રીતે ડાન્સ કરી રહ્યા છે કે જાણે કોઈ તેમને જોઈ રહ્યું નથી તેઓ સ્ટેજ પર એકલા જ હોય.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધીમાં તેના પર સાડા ત્રણ લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ દાદાની એનર્જીના વખાણ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું,’82 વર્ષની ઉંમરે 28 વર્ષની ઉર્જા, એક યુઝરે લખ્યું,’વાહ કાકાનું એનર્જી લેવલ અદ્ભુત છે, ઊર્જાનું પાવર હાઉસ’. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,’80 વટાવ્યા પછી પણ હું પણ મારી લાઈફને આ રીતે એન્જોય કરવા માંગુ છું.
તારક મહેતાની ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તમે ચંપક ચાચાનું પાત્ર તો જોયું જ હશે ત્યારે લોકો આ દાદાના ડાન્સને ચંપક ચાચાના ડાન્સ સાથે સરખાવી રહ્યા છે. કારણ કે દાદાના ડાન્સ સ્ટેપ બિલકુલ ચંપક ચાચાના ડાન્સ સાથે મળી રહ્યા છે જે ખુબ ફની પણ છે. ત્યારે લોકો આ ડાન્સ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકંદરે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવ્યો છે અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે.