આ તે કેવું ! લગ્નના 4 વર્ષ પછી છુટાછેડા થયા તો મહિલાએ ફોટોગ્રાફર પાસેથી રિફંડ માંગ્યુ !

|

May 09, 2023 | 8:20 AM

લગ્નના 4 વર્ષ પછી જ એક મહિલાએ છૂટાછેડા લીધા હતા. તેનાથી તે એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે ફોટોગ્રાફર પાસે જ રિફંડની માંગણી કરી હતી. તેના લગ્નના ફોટોગ્રાફર અને મહિલા વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ તે કેવું ! લગ્નના 4 વર્ષ પછી છુટાછેડા થયા તો મહિલાએ ફોટોગ્રાફર પાસેથી રિફંડ માંગ્યુ !
Photographer

Follow us on

પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે લોકો શું નથી કરતા. કેટલાક લગ્ન કરવા પહાડો પર જવાનો પ્લાન બનાવે છે તો કેટલાક સમુદ્રની વચ્ચે લગ્ન સમારોહનું આયોજન કરીને સૌને ચોંકાવી દે છે. બાય ધ વે, વાસ્તવમાં લગ્નોને યાદગાર બનાવવાનું કામ માત્ર ફોટોગ્રાફર્સ જ કરે છે. તેઓ દરેક પળની તસવીરો લે છે, જે વર-કન્યા માટે કાયમ માટે યાદગાર બની જાય છે.

કપલ પોતાના લગ્નની સુંદર પળોને યાદ કરે છે અને તે તસવીરો જોઈને ખુશ થઈ જાય છે, પરંતુ આજકાલ લગ્ન અને ફોટોગ્રાફર સાથે જોડાયેલો એક અજીબોગરીબ કિસ્સો સમાચારમાં છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હકીકતમાં, એક મહિલાએ તેના છૂટાછેડા પછી ફોટોગ્રાફર પાસેથી રિફંડ માંગ્યું છે અને તે પણ સંપૂર્ણ રિફંડ. તે કહે છે કે તેના છૂટાછેડા થઈ ગયા છે, તેથી તે તેના તમામ પૈસા પાછા જોઇએ. ફોટોગ્રાફર અને મહિલા વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફોટોગ્રાફર અને મહિલા વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ જુઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો એવો છે કે મહિલાના લગ્ન વર્ષ 2019માં ડરબનમાં થયા હતા, જેમાં તેણે ફોટોશૂટ પણ કરાવ્યું હતું, પરંતુ હવે તેના છૂટાછેડા થઈ ગયા છે. આવી સ્થિતિમાં, તેણે તેના લગ્નના ફોટોગ્રાફર સાથે વાત કરી અને તેને કહ્યું કે હવે તેના છૂટાછેડા થઈ ગયા છે, તેને તેના પૂર્વ પતિની કોઈ જરૂર નથી.

આ સાથે તેણે ફોટોગ્રાફરને એમ પણ કહ્યું કે ભલે તમે લગ્નની તસવીરો તમારી પાસે રાખો, પરંતુ તેના રૂપિયા પરત કરો. નવાઈની વાત એ છે કે મહિલાએ ફોટોગ્રાફરના વખાણ પણ કર્યા છે અને કહ્યું છે કે તેં તેના લગ્નમાં સારું કામ કર્યું, પરંતુ હવે સંબંધ તૂટી ગયો છે તો તે આ તસવીરોનું શું કરશે. એટલા માટે તેને રિફંડની જરૂર જોઇએ છે.

જ્યારે મહિલાએ ફોટોગ્રાફરને રિફંડની વાત કરી તો તેને લાગ્યું કે તે મજાક કરી રહી છે, પરંતુ જ્યારે મહિલાએ કહ્યું કે તે ગંભીર છે, તો ફોટોગ્રાફરે તેને રિફંડ આપવાની ના પાડી દીધી. આ વાત પર મહિલા ગુસ્સે થઈ ગઈ અને તેણે ફોટોગ્રાફર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ કહ્યું. જોકે, બાદમાં જ્યારે મહિલાના પૂર્વ પતિને આ વાતની જાણ થઈ તો તેણે ફોટોગ્રાફર સાથે વાત કરી અને તેની પૂર્વ પત્નીએ જે કર્યું તેની માફી માંગી.

Next Article