આગ્રામાં 52 સેકન્ડમાં 13 ટ્રેકટર ટોલ પ્લાઝાના બેરિયર તોડી ભાગ્યા, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

Agra Sand Mafias: આગરાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 13 જેટલા ટ્રેકટર 52 સેકેન્ડમાં ટોલ પ્લાઝા પરથી ભાગે છે.

આગ્રામાં 52 સેકન્ડમાં 13 ટ્રેકટર ટોલ પ્લાઝાના બેરિયર તોડી ભાગ્યા, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Sep 06, 2022 | 6:21 PM

સોશિલય મીડિયા પર એકથી એક ચઢિયાતા વીડિયો અપલોડ થઈને વાયરલ થતા હોય છે. હાલમાં યુપીના આગ્રાનો (Agra) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. યુપીના આગ્રામાં ભૂ-માફિયાઓની હિંમતમાં ઘણો વધારો થયો છે. ખનન માફિયાઓએ આગ્રાના ટોલ પ્લાઝાના બેરિયર તોડી ટોલ ટેક્સ ભર્યા વગર રેતીના ટ્રેકટર લઈ ભાગી ગયા હતા. આ દરમિયાન ટોલ કર્મચારીઓ પણ ડંડા વડે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સમગ્ર મામલાના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હવે આ અંગે પોલીસ તપાસ થઈ રહી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ખનન માફિયાઓ રેતી અને માટી ભરેલા ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં ટોલ પ્લાઝા આવ્યો ત્યારે ખનન માફિયાઓએ ટોલના બેરિયર તોડીને ટ્રેક્ટર લઈ ભાગી ગયા હતા. ટોલ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં ખનન માફિયાઓની આ હરકતો કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે 13 ટ્રેક્ટર માત્ર 52 સેકન્ડમાં અવરોધ તોડીને બહાર નીકળ્યા. જો કે ટોલ પર હાજર કર્મચારીઓએ ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. એક પછી એક 13 ટ્રેક્ટર નીકળી ગયા. આ ખનન માફિયાઓએ ટોલ ટેક્સ અને પોલીસથી બચવા માટે આ કામ કર્યુ હતું.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ અને લાઈક મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને બીજા સાથે શેયર કરવાની સાથે સાથે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો ટોલ પ્લાઝાના કર્મચારીઓની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. તેઓ આટલી સ્પીડમાં આવતા ટ્રેકટરને રોકવા માટે પોતાનો પૂરે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે. લોકો આ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. લોકો પોલીસને આ વીડિયો સાથે ટેગ કરીને આવી ઘટનાઓ રોકવાની સલાહ આપી રહ્યા છે.

Published On - 6:21 pm, Tue, 6 September 22