Viral Video : પોતાના માલિક માટે રોજ 2 કિમી દૂર ટીફીન લઈને જાય છે આ ડોગી, તેની વાત જાણી તમને પણ ગમી જશે આ ડોગી

સોશ્યિલ મીડિયામાં એક વીડિયો વાયરલ( Viral Video)થયો છે જેમાં એક પાલતું કૂતરો પોતાના મોંમા ટિફિન રાખી લઈ જાય છે. તે રોજ તે ટિફિનમાં પોતાના માલિક માટે ભોજન લઈને જાય છે. તે 2 કિમી દૂર ચાલીને પોતાના માલિક માટે ભોજન લઈને જાય છે.

Viral Video : પોતાના માલિક માટે રોજ 2 કિમી દૂર ટીફીન લઈને જાય છે આ ડોગી, તેની વાત જાણી તમને પણ ગમી જશે આ ડોગી
Viral Dog
Image Credit source: instagram
| Edited By: | Updated on: Jun 03, 2022 | 2:55 PM

કહેવાય છે કે માનવો અને કૂતરાઓનો (Dogs) સંબધ એ સમયથી છે જે સમયમાં માનવો પાસે કોઈ સુખ-સુવિધા ન હતી.અને માનવો જંગલમાં રહેતા હતાં. ત્યારથી છે માનવો અને કૂતરાઓ વચ્ચેનો સંબધ. આ સંબધને વધારે ખાસ બનાવે છે માનવીનો પ્રેમ અને કૂતરાઓની વફાદારી. દુનિયામાં વફાદારીમામલે કદાચ કૂતરા કરતા વધારે વફાદાર કોઈ પ્રાણી નહીં હશે.

કૂતરાની વફાદારીનો અનેક કિસ્સાઓ આપણે રોજબરોજના જીવનમાં સાંભળીએ છે. તે કિસ્સાઓમાં કૂતરાઓના એવા કારનામા વિશે જાણવા મળે છે, જેને જાણીને સૌ કોઈ આશ્વયમાં મુકાય જાય છે. કૂતરાઓએ દરવખતે એ સાબિત કર્યું છે કે કૂતરાઓ માનવ માટે કઈ પણ કરી શકે છે. હાલમાં જ આવો જ  વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં કૂતરો 2 કિમી દૂર ચાલીને પોતાના માલિક માટે ભોજન લઈને જાય છે.

માલિક માટે રોજ 2 કિમી દૂર ચાલીને જાય છે

વાયરલ વીડિયોમાં (Viral Video) પ્રમાણે , આ કૂતરો જર્મન શેફર્ડ પ્રજાતિનો છે અને તેનું નામ શેરુ છે. તે પોતાના માલિક માટે રોજ ટિફિનનો ડબ્બો લઈને જાય છે. તે પોતાના મોંમા ટિફિન રાખીને રોજ 2 કિમી દૂર સુધી જાય છે. તે રસ્તાના કિનારે કિનારે ચાલીને જાય છે. જયારે રસ્તા પરથી કોઈ ગાડી પસાર થાય છે, ત્યારે તે રસ્તાની સાઈડ પરથી ચાલવા લાગે છે. વીડિયોના માધ્યમથી એ જાણવા નથી મળ્યું કે કૂતરો ક્યાંનો છે.

આ રીતે ટિફિન લઈને જાય છે એ પાલતું કૂતરો

 

લોકોએ ખુબ પંસદ કર્યો વીડિયો

આ વીડિયો @timssyvatsદ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો કોઈ પહાડી વિસ્તારનો છે. આ વીડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઘણા લોકોને વીડિયો પસંદ આવ્યો છે.