
રામાયણ સિરીયલ સહુ કોઈએ જોઈ હશે. તેમા રાવણ સીતાહરણ પ્રસંગ બાદ રામ જ્યારે સીતાની શોધમાં નીકળે છે ત્યારે જટાયુ જ રામની રાહ જોતુ બેઠુ હોય છે અને રામને રાવણ વિશે જાણકારી આપે છે. આ સમયે રામ પણ આ પક્ષીરાજનો આભાર વ્યક્ત કરી સીતાની શોધમાં નીકળી પડે છે. આજકાલ સોશિયલ મીડિયામં આવુ જ જટાયુ જેવુ જ દેખાતુ એક પક્ષીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે , જેમા પક્ષી રસ્તાના કિનારે પથ્થરો પર બેસેલુ છે અને લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. કેટલાક આસ્થાવાન લોકો જય શ્રી રામ બોલી તેને નમન પણ કરી રહ્યા છે.
આ અનોખા વીડિયોએ આજકાલ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યુ છે. આ વાયરલ વીડિયોમાં દેખાતુ પક્ષી ખરેખર રામાયણના વીર પાત્ર જટાયુની યાદ અપાવી રહ્યુ છે. આ વીડિયો ખરેખર પક્ષીઓનો રાજા ગણાતા ગીધનો જણાઈ રહ્યો છે અને તેનો દેખાવ જટાયુ જેવો જ છે. આથી જ આ દુર્લભ પક્ષી સાથે ફોટો પાડવા અને વીડિયો રેકોર્ડ કરવા લોકો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં આ મહાકાય પક્ષી રસ્તાની કિનારે શાંત મુદ્રામાં ઉભેલુ દેખાય છે. રસ્તેથી પસાર થતા લોકો આ દુર્લભ પ્રકારના પક્ષીને જોઈને થોડીવાર માટે અટકી ગયા અને તેના ફોટો લેવા લાગ્યા. જો કે હકિકતમાં આ પક્ષી ગીધની એક દુર્લભ પ્રજાતિ એન્ડિયન કોન્ડોર છે, જે દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વતોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આવા પક્ષીઓ માનવ ભીડથી દૂર રહે છે. પરંતુ આ વીડિયોમાં દેખાતુ પક્ષીને ભીડથી બિલકુલ પરેશાની થતી જણાતી નથી અને તે શાંતિથી બેઠુ છે. લોકો તેના વિશાળ કદને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.
આ વીડિયો યુઝર @swetasamadhiya દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટને 2 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને હજારો લોકોએ તેને લાઈક કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે રામાયણ યુગ પાછો આવી રહ્યો છે.’ જ્યારે બીજાએ કહ્યું, ‘આ ભારતમાં જોવા મળતા નથી.’ ત્રીજાએ લખ્યું, ‘આ બિલકુલ રામાયણના જટાયુ જેવું લાગે છે.’
Published On - 1:47 pm, Mon, 28 July 25