લોકસભાની ચૂંટણી નજીક આવવાની શરૂઆત વચ્ચે સૌથી પહેલા એક્શનમાં આવેલા ભાજપે પોતાનાથી અલગ પડેલા પક્ષોને ફરીથી સાથે જોડી દેવા માટો ઉતાવળુ બન્યું છે. આ માધ્યમથી એકતા સાથે ફરી એકવાર NDA નો કિલ્લો મજબૂત હોવાનો સંદેશ વિરોધીઓ સુધી પોંહચાડવા માટેનો પણ આ પ્રયાસ છે.
NDA સામે ઉભો થયેલો INDIA મંચ એ વિરોધ પક્ષોનો એ મેળાવડો છે કે જેને એકત્ર કરવા માટે અને સંધને કાશીએ પોંહચા઼ડવા માટે ઘણો સમય નિકળી ગયો છે. મજાની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ કે જે બે મુખ્ય કટ્ટર હરીફ પક્ષ છે તેમની સોશ્યલ મિડિયા ટીમ વચ્ચે વચ્ચે જુના નિવેદનો જનતા સમક્ષ મુકીને બંનેને છોભીલા પાડી રહી છે.
આવા જ પ્રકારનો એક વિડિયો કે જે ઘણાં સમય પહેલા બહાર આવ્યો હતો તે ફરી એકવાર વાયરલ થયો છે. આ વિડિયોની જે ક્લોઝીંગ લાઈન છે તે ખરેખરમાં તો પંચલાઈન ગણી શકાય તેમ છે. ભાજપની ટી શર્ટ પહેરેલી ટીમ અને બીજા કલરની ટી શર્ટ પહેરેલી ટીમ વચ્ચે કેપ્ટનને લઈ રમત છે. ભાજપ પાસે કેપ્ટન રેડી છે પણ સામે વાળી ટીમમાં કેપ્ટનનું પુછવામાં આવે છે અને એકબીજા વચ્ચે ખેંચતાણ શરૂ થઈ જાય છે.
વિડિયોના અંતમા લખાઈને આવે છે કે “નેતા ના હો તો નીતિ નહી ચલતી, નામ બદલને સે નીયત નહી બદલતી… જુઓ વિડિયો અને તમે જ નક્કી કરો કે ખરો કેપ્ટન કોણ.