Travel Tips: અરુણાચલના બોમડિલાની મુલાકાત તમારુ મન મોહી લેશે, સુંદરતાને અલગ રીતે માણવાનો શ્રેષ્ઠ વિકલ્પ

|

Feb 23, 2022 | 2:11 PM

દરેક વ્યક્તિએ સુંદર શહેર બોમડિલાની મુલાકાત લેવી જ જોઈએ. આ પ્રખ્યાત પહાડી નગરમાં આવીને તમને એવું લાગશે કે તમે કોઈ સ્વર્ગમાં આવી ગયા છો.

1 / 6
બોમડિલા અરુણાચલ પ્રદેશમાં આવેલું એક સુંદર શહેર છે. બોમડિલા અરુણાચલ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે. આ સ્થળ હિમાલય પર્વતોની સુંદરતા દર્શાવે છે. અહીં તમે વિવિધ સ્વરૂપોમાં પ્રકૃતિની ભાવનાનો આનંદ માણી શકો છો. આજે અમે તમને અહીં ફરવા માટેના કેટલાક ખાસ સ્થળોનો પરિચય કરાવીશું.

2 / 6
ઇગલનેસ્ટ વન્યજીવ અભયારણ્ય બોમડિલાના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાંનું એક કહી શકાય. જો તમને પ્રાણીઓ જોવાનું પસંદ હોય તો તમે અહીં તમે વન્યસૃષ્ટિ વિશે જાણી  શકો છો. આ અભયારણ્યમાં કોર્મોરન્સ, હેરોન્સ, બ્લેક સ્ટોર્ક, ઓરિએન્ટલ વ્હાઇટ આઇબીસ, બતક, બાજ, ગરુડ, પતંગ, ગીધ, ફાલ્કન, તેતર, ક્વેઇલ, ટ્રેગોપન, કોયલ, પોપટ, કબૂતર, વુડપેકર જેવી પક્ષીઓની પ્રજાતિઓ જોઈ શકો છો.

3 / 6
લોઅર ગોમ્પાને બોમડિલા મઠના વિભાગોમાંથી એક માનવામાં આવે છે. બૌદ્ધ સાધુઓ અહીં પૂજા કરવા આવે છે. આ જગ્યાએ તમે તિબેટીયન આર્કિટેક્ચરનો આનંદ માણી શકો છો. તે બોમડિલામાં જોવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાનું એક માનવામાં આવે છે.

4 / 6
આર.આર ટેકરી, બોમડિલામાં જોવાલાયક સ્થળોમાંની એક માનવામાં આવે છે. અહીંથી તમે હિમાલય સ્થાયી થયેલા સુંદર અને અવિસ્મરણીય દૃશ્યોનો આનંદ માણી શકો છો. જો તમે તમારા જીવનસાથી સાથે અહીં જાઓ, તો તમે શાંતિની પળો વિતાવી શકો છો.

5 / 6
બોમડિલા વ્યૂ પોઈન્ટ બોમડિલાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. જો તમે બોમાડીલા જવાના હોવ તો અહીંની મુલાકાત ચોક્કસ લો. જો તમે તમારા મિત્રો સાથે બોમડિલાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો પણ અહીં ચોક્કસ જાઓ. બોમડિલા વ્યુ પોઈન્ટ પર તમે બરફથી ઢંકાયેલા પર્વતોના આકર્ષક દૃશ્યોને કાયમ માટે તમારી યાદોમાં કેદ કરી શકો છો.

6 / 6
બોમડિલા મઠ બોમડિલાના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે. બોમડિયા જઇને તમે આ મઠની મુલાકાત નહી લો તો તમારી આ ટ્રીપ અધૂરી રહી જશે. વર્ષ 1965માં બનેલા બોમડિલા મઠને જાંતસે ગાડેન રબ્બલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બૌદ્ધ ધર્મનું એક વિશેષ સ્વરૂપ પણ રજૂ કરે છે.

Next Photo Gallery