Gujarati NewsTechnologyZoom introduced new features for students options from polls to blur will be available
Zoom એ વિદ્યાર્થીઓ માટે રજુ કર્યું નવું ફિચર્સ, પોલ્સથી લઈ બ્લર સુધીના મળશે ઓપ્શન
કંપનીના જણાવ્યા અનુસાર, ક્રોમબુક (Chromebook) વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં લોકપ્રિય બન્યું ત્યારથી શિક્ષણ ગ્રાહકોની વિનંતીઓને પગલે તેણે ક્રોમ માટે ઝૂમમાં વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ અને બ્લર ફીચર્સ ઉમેર્યા છે.
Zoom (File Photo)
Follow us on
વીડિયો કૉલિંગ પ્લેટફોર્મ ઝૂમે (Zoom)તેના પ્લેટફોર્મને વધુ સારું બનાવવા માટે ઘણી નવી સુવિધાઓ રજૂ કરી છે. પ્લેટફોર્મે તાજેતરમાં ખાસ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે નવા ફિચર્સ (Zoom Features) રજૂ કર્યા છે. આ સુવિધાઓમાં બ્રેકઆઉટ રૂમ ફિચર, એનીવેર પોલ અને વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ અને ક્રોમબુક પર બ્લર માટે નવો ઉમેરાયેલ સપોર્ટ અને ક્રોમબુક (Chromebook) પર બ્લરનો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર, ક્રોમબુક વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં લોકપ્રિય બન્યું ત્યારથી શિક્ષણ ગ્રાહકોની વિનંતીઓને પગલે તેણે ક્રોમ માટે ઝૂમમાં વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ અને બ્લર ફીચર્સ ઉમેર્યા છે.
ક્લેટન કાઉન્ટી પબ્લિક સ્કૂલ્સના ચીફ ટેક્નોલોજી ઓફિસર રોડ સ્મિથે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “ક્રોમબુક્સ માટે વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ અને બ્લર અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અત્યંત ફાયદાકારક છે. આ ફીચર એન્હાન્સમેન્ટ પહેલા, ઘણા વિદ્યાર્થીઓ તેમના કેમેરા ચાલુ કરવામાં અચકાતા હતા.” ક્લેટોન કાઉન્ટી પબ્લિક સ્કૂલ એવા ગ્રાહકોમાંની એક છે જેમણે આ સુવિધાની વિનંતી કરી હતી.
ઝૂમમાં નવા ફિચર્સ
ઝૂમ પરની બ્રેકઆઉટ રૂમ્સ ફિચર કોન્ફરન્સ હોસ્ટને ગ્રુપ એક્ટિવિટી માટે ઉપસ્થિત લોકોને અલગ-અલગ બ્રેકઆઉટ રૂમમાં વિભાજન કરવાની મંજૂરી આપે છે. શિક્ષણ વપરાશકર્તાઓમાં આ એક લોકપ્રિય સુવિધા છે. નવો પ્રોગ્રામ ઑડિયો સુવિધા મીટિંગ હોસ્ટ્સને બ્રેકઆઉટ રૂમમાં ઑડિયો સાથે કન્ટેન્ટ શેર કરવાની મંજૂરી આપશે, ઑડિયો સાથે વીડિઓ શેર કરવાની ક્ષમતા ઉમેરશે.
ઉપરાંત, બ્રેકઆઉટ રૂમમાં નવું LTI પ્રો ઈન્ટીગ્રેશન એન્હાન્સમેન્ટ શિક્ષકોને કોર્સ રોસ્ટરના આધારે બ્રેકઆઉટ રૂમમાં પોપ્યુલેટ કરવાની મંજૂરી આપશે. LTI પ્રો એપ્લિકેશન શિક્ષકો દ્વારા ઉપયોગમાં લેવાતી લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS) સાથે ઈન્ટીગ્રેટેડ હોય છે.
એક અન્ય નવું ફિચર્સ ‘એનીવેર પોલ્સ’ છે જે પોલને એક સેન્ટ્રલ રેપોસેટરીમાં જોડવાની મંજૂરી આપે છે જે કોઈ ચોક્કસ મીટિંગ સાથે લિંક થવાને બદલે એકાઉન્ટ પરની કોઈપણ મીટિંગમાંથી ઍક્સેસ કરી શકાય છે. આ ફિચરને આ વર્ષે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઝૂમે યુઝર્સને ઝૂમ ચેટ પર ઑડિયો અને વીડિયો સંદેશ મોકલવાની મંજૂરી આપતી સુવિધાઓ પણ ઉમેરી છે. આ ફિચર્સથી યુઝર્સને વીડિયો મેસેજનો સમય લેવા, વિચાર કરવા અને વિચારપૂર્વક ડિઝાઇન કરેલા પ્રતિસાદો સાથે વીડિઓ મેસેજ રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે. વપરાશકર્તાઓ ચેટ ક્લાયંટના નીચે “વીડિયો” પર ક્લિક કરી શકે છે અને એક વીડિયો મેસેજ (3 મિનિટ સુધી લાંબો) રેકોર્ડ કરી શકે છે, જે સીધો જ મીટિંગની બહારની ચેટ ચેનલ પર જશે.
આ ઉપરાંત, અન્ય એક નવી સુવિધા યુઝરને કૉલમાં જોડાતા પહેલા વેઇટિંગ રૂમમાં પાર્ટિસિપેંટ્સનું નામ બદલવાની મંજૂરી આપે છે. ઝૂમ અનુસાર, હાજરી લેવા, અનામી વિદ્યાર્થી ગ્રુપ બનાવવા અથવા ઓળખ ચકાસવા માટે આ ઉપયોગી છે.