આજના સમયમાં લેપટોપ (Laptop)લગભગ દરેક માનવીના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ખાસ કરીને કોરોના કાળમાં. વિદ્યાર્થી હોય કે જોબ વર્કર, કોરોનાનો સમય એવો રહ્યો છે કે હવે લગભગ દરેક પાસે લેપટોપ છે. ઓનલાઈન ક્લાસ હોય, ઓફિસનું કામ હોય કે ઘરેથી કામ, હવે બધું લેપટોપથી થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે તેની સાથે ક્યાંય પણ મુસાફરી કરવામાં કોઈ સમસ્યા નથી. સ્માર્ટફોન (Smartphone)ની જેમ હવે દરેક પાસે લેપટોપ છે.
જો તમે લેપટોપનો ઉપયોગ કરો છો તો તેની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે. ભલે તમે તેને જાતે ખરીદ્યું હોય કે ઓફિસમાંથી મેળવ્યું હોય. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારા લેપટોપની સંભાળ રાખી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપયોગી ટિપ્સ વિશે.
લેપટોપને સ્લીપ મોડમાં રાખવું અનુકૂળ છે, પરંતુ તેને લાંબા સમય સુધી સ્લીપ મોડમાં રાખવું સારું નથી. આવી સ્થિતિમાં, જ્યારે કામ પૂરું થઈ જાય, ત્યારે લેપટોપ બંધ કરો.
નિષ્ણાતોના મતે, બેટરી ચાર્જને 80 ટકાથી ઉપર અને 40 ટકાથી નીચે ન જવા દો. આમ કરવાથી તમારી બેટરી લાઈફ ચાર ગણી લાંબી ચાલી શકે છે.
લેપટોપને ઠંડુ રાખવું બેટરી માટે મહત્વપૂર્ણ છે. આ માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેનું કૂલિંગ એરફ્લો યોગ્ય સ્થિતિમાં કામ કરતું રહે. જ્યારે હવામાન ગરમ હોય ત્યારે તેના પર ધ્યાન આપવું વધુ મહત્વનું બની જાય છે. કોશિશ કરો કે લેપટોપને ઠંડું વાતાવરણ મળે.
લેપટોપના સોફ્ટવેરને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. સૉફ્ટવેર અપડેટ્સ તમારા લેપટોપને ચોક્કસ સુરક્ષા જોખમોથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે, તેમજ બગ્સ અને અન્ય નાની સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરે છે.
ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે લેપટોપ પર ધૂળ અને કચરો ચોંટેલે હોય છે તેને સાફ કરવો જોઈએ કારણ કે તે લેપટોપના અંદરના અને બહારના પાર્ટ્સને સ્મુથલી વર્ક કરવામાં અસર કરી શકે છે.
આ પણ વાંચો: Viral: નાની બાળકીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘બાય બોર્ન ડ્રામા ક્વીન’