લોગઈન માટેના અલગ અલગ પાસવર્ડ યાદ ના રહેવાની સમસ્યાથી છુટકારો અપાવશે ગૂગલ, જાણો

|

Oct 15, 2022 | 11:07 AM

આ વર્ષના અંત સુધીમાં તેને સ્ટેબલ વર્ઝનમાં રજૂ કરવામાં આવશે. આ સુવિધાઓનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ રહેશે. આ ફીચરની મદદથી યુઝર્સને તેમના એકાઉન્ટને વધુ સારી સુરક્ષા આપવાનો મોકો મળશે.

લોગઈન માટેના અલગ અલગ પાસવર્ડ યાદ ના રહેવાની સમસ્યાથી છુટકારો અપાવશે ગૂગલ, જાણો
Google

Follow us on

સર્ચ જાયન્ટ પ્લેટફોર્મ ગૂગલે (Google ) એક નવું ફીચર રજૂ કર્યું છે. આ નવું ફીચર્સ (Feature) યુઝર્સની સવલત માટે છે અને જે યુઝર્સ બહુવિધ પાસવર્ડનો ઉપયોગ કરે છે તેમને હવે દરેક પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં રહે. ખરેખર, ગૂગલના આ નવા ફીચરની મદદથી, યુઝર્સ પાસવર્ડ ટાઈપ કર્યા વગર એપ્સ અને વેબસાઈટ જોઈ શકશે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત વિવિધ વેબસાઇટ્સ પર લૉગિન કરવા માટે અલગ અલગ પાસવર્ડ્સ રાખવામાં આવતા હોય છે. આવી સ્થિતિમાં, દરેક પાસવર્ડ યાદ રાખવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી સમસ્યાઓ દૂર કરવા માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

ગૂગલનું આ નવું ફીચર, ગયા વર્ષે માઇક્રોસોફ્ટ અને એપલના રજૂ થયેલા ફીચર્સ જેવું જ છે. ગૂગલે એન્ડ્રોઇડ અને ક્રોમ બ્રાઉઝર માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હાલમાં ટેસ્ટીંગ સ્ટેજમાં છે. આ ફીચરની મદદથી યુઝર્સને વધુ સારી સુરક્ષા અને લોગઈનમાં સરળતા મળશે.

પાસકી ફીચર હાલમાં ટેસ્ટીંગ સ્ટેજમાં છે

ગૂગલે એન્ડ્રોઇડ અને ક્રોમ બ્રાઉઝર્સ માટે પાસકી ફીચર (Passkey Feature) લોન્ચ કર્યું છે, જે હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે. આ ફીચરની મદદથી યુઝર્સને તેમના એકાઉન્ટને વધુ સારી રીતે સુરક્ષા આપવાનો મોકો મળશે. ગૂગલના નવા પાસકી ફિચર્સની વિશેષતાઓ વિશે વિગતવાર જાણીએ.

આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો

ગૂગલનુ નવુ ફિચર્સ હાલ ચકાસણીના તબક્કામાં

Passkey Featureની મદદથી ઘણી એપ્સ અને વેબસાઈટ્સ પર ઉપયોગમાં લેવાતા પાસવર્ડ અને લોગિન આઈડીને સેવ કરી શકાય છે. આમાં કોઈ સિંક વિકલ્પ નથી, જેથી આ ડેટા એક ઉપકરણથી બીજા ઉપકરણ સુધી ન પહોંચે.

Passkey Feature માટે રાહ જોવી પડશે

એપ ડેવલપર્સ માટે Passkey Feature હમણાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ગૂગલનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં તેને સ્ટેબલ વર્ઝનમાં રજૂ કરવામાં આવી શકે છે. આ સુવિધાઓનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ રહેશે. એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સે ગૂગલ એકાઉન્ટ સિલેક્ટ કરવા માટે પાસકી બનાવવી પડશે, પછી રજિસ્ટર્ડ ફિંગરપ્રિન્ટ અથવા ફેસ અનલોક વડે પ્રમાણભૂત કરવું પડશે.

 

Next Article