Tech Tips: Google Messages એપ પર અલગ કરી શકાય છે જરૂરી મેસેજ, જાણો આ સરળ રીત

|

Mar 29, 2022 | 12:34 PM

જો તમે પણ તમારી મહત્વપૂર્ણ વાતચીતને સુરક્ષિત રાખવા માંગતા હો, તો Google Messages એપમાં હાજર સ્ટાર મેસેજ ફીચરનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ પદ્ધતિ.

Tech Tips: Google Messages એપ પર અલગ કરી શકાય છે જરૂરી મેસેજ, જાણો આ સરળ રીત
Google messages (PC: Google)

Follow us on

ગૂગલે (Google)થોડા વર્ષોમાં પોતાની ડિફોલ્ટ મેસેજિંગ એપ્લિકેશન (Google Messages App)માં અનેક રસપ્રદ ફિચર્સ રજૂ કર્યા છે. ગત વર્ષ, ટેક જાયન્ટે તેની Messages એપ માટે એક ફીચર બહાર પાડ્યું હતું, જેનાથી યુઝર્સ તેમના મહત્વના મેસેજ પર નજર રાખી શકે છે. ગૂગલે સ્ટાર મેસેજ નામનું ફીચર રજૂ કર્યું છે, જે યુઝર્સને તમામ વાતચીતમાંથી તેમના મહત્વના મેસેજને અલગ કરવાની મંજૂરી આપે છે. તેથી, જો તમે પણ તમારી મહત્વપૂર્ણ વાતચીતોને સુરક્ષિત રાખવા માંગતા હો, તો Google Messages એપમાં હાજર સ્ટાર મેસેજ (Star Messages) ફીચરનો ઉપયોગ કરો. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ પદ્ધતિ.

મેસેજને કેવી રીતે કરવો Star:

1.તમારા ફોન પર મેસેજ એપ ખોલો.
2.હવે એક ચેટ ખોલો જેમાં તમે મેસેજને સ્ટાર કરવા માંગો છો.
3.હવે ટેપ કરીને તે મેસેજને હોલ્ડ કરો જેને તમે સ્ટાર કરવા માગો છો.
4.ટોચ પર સ્ટાર પર ટેપ કરો.

Starred મેસેજને કેવી રીતે શોધવા

એપમાં તમારા સ્ટાર કરેલા મેસેજને પણ સરળતાથી શોધી શકો છો. સ્ટાર મેસેજ શોધવા માટે, નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો. તમારા કન્વર્સેશનમાં, હિસ્ટ્રીમાં સ્ટાર મેસેજ શોધવા માટે વિકલ્પ પસંદ કરો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

1. Search Conversation પર ટેપ કરો અને પછી Starred પર.
2. More Option પર ટેપ કરો અને પછી Starred પર જઈ શકો છો.

15 મિનિટની સર્ચ હિસ્ટ્રી કરી શકાશે ડિલીટ

ગૂગલે આખરે મોબાઇલ એપ્લિકેશન માટે નવું ફિચર્સ લોન્ચ કરવાનું શરૂ કર્યું છે, જેની જાહેરાત કંપનીએ 2021 I/O કોન્ફરન્સ દરમિયાન કરી હતી. આમાંની એક વિશેષતા એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને મોબાઇલ એપ્લિકેશનમાંથી તેમના છેલ્લા 15 મિનિટના Google સર્ચ હિસ્ટ્રીને મોબાઈલ એપથી ડિલીટ કરવાની મંજૂરી આપે છે.

આ ફીચર iOS યુઝર્સ માટે જુલાઈ 2021માં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જો કે, હવે તેને એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જો તમે પણ 15 મિનિટ પહેલાની તમારી બધી સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માંગો છો, તો આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. ઉપરાંત, તમે જે શોધ્યું છે તે અન્ય કોઈ જોઈ શકશે નહીં.

આ પણ વાંચો: BJP Parliamentary party meeting: BJP સંસદીય દળની બેઠક પૂરી, PM મોદીએ કહ્યું સાંસદો લોકોને કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી પુરી પાડે

આ પણ વાંચો: Himachal Pradesh Assembly election 2022: ચૂંટણી વર્ષમાં મોટી રાહત, હિમાચલ સરકાર ત્રણ લાખ મહિલાઓના વીમા પ્રીમિયમ ચૂકવશે

Next Article