Technology News: તમારી મનપસંદ ભાષામાં Telegram પર મોકલી શકો છો મેસેજ, જાણો કેવી રીતે

|

Feb 12, 2022 | 7:40 AM

એકવાર ઈનેબલ થયા પછી, વપરાશકર્તાઓ એ મેસેજ પર ટ્રાન્સલેશન બટન (Translate Button) જોઈ શકશે જે ભાષા તેઓ વાંચી શકતા નથી. એપ્લિકેશન અરબી, કોરિયન, સ્પેનિશ, અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન સહિત 19 ભાષાઓને સપોર્ટ કરે છે.

Technology News: તમારી મનપસંદ ભાષામાં Telegram પર મોકલી શકો છો મેસેજ, જાણો કેવી રીતે
Telegram (File Photo)

Follow us on

ટેલીગ્રામે (Telegram)છેલ્લા થોડા સમયથી ઘણી સુવિધાઓ રજૂ કરી છે, જેમાં થીમ QR કોડ્સ, ઇમોજી એનિમેશન્સ, સંદેશ પ્રતિક્રિયાઓ અને અન્ય ઘણી બધી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ફાસ્ટ-મૂવિંગ એપએ તાજેતરમાં ઇન-એપ ટ્રાન્સલેશન ફીચર (Translation Feature)રજૂ કર્યું છે, જેના દ્વારા ડિફોલ્ટ ભાષામાંથી મેસેજ સરળતાથી ટ્રાન્સલેટ કરી શકાય છે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જો કે, આ ફીચર્સ ડિફોલ્ટ રૂપે એક્ટિવેટ નથી હોતા અને તેને મેન્યુઅલી એક્ટિવેટ કરવાના હોય છે. તેને ઈનેબલ કરવા માટે, તમારે સેટિંગ્સમાં જવું પડશે. ત્યાં તમને ભાષા વિકલ્પ મળશે, જેના પર ક્લિક કરીને તમે ફીચરને ચાલુ કરી શકો છો.

એકવાર ઈનેબલ થયા પછી, વપરાશકર્તાઓ એ મેસેજ પર ટ્રાન્સલેશન બટન (Translate Button) જોઈ શકશે જે ભાષા તેઓ વાંચી શકતા નથી. એપ્લિકેશન અરબી, કોરિયન, સ્પેનિશ, અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન સહિત 19 ભાષાઓને સપોર્ટ કરે છે.

ટેલીગ્રામ પર મેસેજને કેવી રીતે ટ્રાન્સલેટ કરવો

ટેલીગ્રામ પર તમે મેસેજને આ રીતે ટ્રાન્સલેટ કરી શકો

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

તમારા Android અથવા iPhone પર ટેલીગ્રામ ખોલો.
હવે ટોચ પર ત્રણ-લાઇન આઇકન પર ટેપ કરો.
મેનુ વિકલ્પમાં સેટિંગ્સ પર ક્લિક કરો.
નીચે સ્ક્રોલ કરો અને ભાષાને ટેપ કરો.
હવે શો ટ્રાન્સલેશન બટન પર ટૉગલ કરો.
ડિફૉલ્ટ ભાષા પસંદ કરો જેનો તમે અનુવાદ કરવા માંગતા નથી.
વ્યક્તિગત ચેટ અથવા ગ્રુપ ચેટ પર જાઓ જ્યાં તમે મેસેજનો અનુવાદ કરવા માંગો છો.
તમે તમારી ડિફૉલ્ટ ભાષામાં જે સંદેશનો અનુવાદ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.
પૉપ-અપ મેનૂમાં, અનુવાદ પર ટૅપ કરો.

આ સિવાય એપ એ મેસેજ રિએક્શન સહિત અન્ય ફીચર્સ પણ રજૂ કર્યા છે, જે હાલમાં ઘણી એપ્સ પર ઉપલબ્ધ છે. તે ટેલીગ્રામ પર રોલઆઉટ કરવામાં આવ્યું છે, જેના દ્વારા વપરાશકર્તાઓ હવે કોઈપણ સંદેશ પર ડબલ ટેપ કરીને ઝડપી પ્રતિક્રિયા આપી શકે છે. જો યુઝર્સ ઈમોજી બદલવા ઈચ્છે છે, તો તેઓ એપના સેટિંગમાં જઈને ક્વિક રિએક્શન બદલી શકે છે. આ માટે તેમણે સેટિંગ્સમાં જવું પડશે. પછી સ્ટિકર્સ અને ઈમોજી પર ક્લિક કરો. પછી ઇમોજી બદલવા માટે ક્વિક રિએક્શન પર ક્લિક કરો.

આ પણ વાંચો: Statue Of Equality: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને લીધી ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી’ની મુલાકાત

આ પણ વાંચો: Mandi: ભાવનગર APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 2570 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Next Article